મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીના નાનીવાવડી ગામે યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને હવે પોલીસે યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાનીવાવડી ગામે ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા મનીષ નરેશભાઈ મકવાણા (૨૫) નામના યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ તપાસ કરી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાસે વરિયાનગર શેરી-૬ રહેતા જુસબભાઈ સુલેમાનભાઈ પલેજા જાતે સંધિ (૬૯) પોતાનું મોપેડ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ પાર્શ્વનાથ ચેમ્બર પાસેથી પસાર થઈ રહ્યા હતા અને શોભેશ્વર રોડ જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતાં સમયે ડમ્પર નંબર જીજે ૧૨ બીવી ૦૩૪૨ ના ચાલકે તેનું ડમ્પર બેફિકરાઈથી ચલાવીને મોપેડને હડફેટે લીધું હતું જેથી ફરિયાદી જુસબભાઈ સુલેમાનભાઈ પલેજાને શરીરે અને માથામાં ઇજાઓ થયો હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં તેણે ડમ્પર ચાલક હુસેનભાઇ ઈબ્રાહીમભાઇ મીયાણા (૪૦) રહે. ભરાસર વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે




Latest News