મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક ટ્રક ચાલકે યુવાનું માથું કચડી નાખતા ઘટના સ્થળે જ યુવાનનું મોત


SHARE







મોરબીના લાલપર નજીક ટ્રક ચાલકે યુવાનું માથું કચડી નાખતા ઘટના સ્થળે જ યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપરથી પસાર થતાં બાઈકને ટ્રક ટેલરના ચાલકે હડફેટ લીધું હતું અને બાઇક સવાર યુવાનના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફેરવી દીધું હતું જેથી કરીને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં ટ્રક ટેલરના ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પરનાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લાલપર ગામે આવેલ અજંતા એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર ૨૦૪ માં રહેતા રઘુભાઈ હમીરભાઈ કોતરવાડીયા જાતે રાવલ (૫૦) એ ટ્રક ટેલર નં જીજે ૧૬ એઝેડ ૭૮૭૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઇડન કોમ્પલેક્ષની સામે સર્વિસ રોડ ઉપરથી તેનો દીકરો રાહુલ રઘુભાઈ કોતરવાડીયા (૧૯) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એઇ ૦૭૫૧ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટેલરના ચાલકે તેને હડફેટે લીધો હતો અને તેના માથા ઉપરથી ટ્રકનું તોતિંગ ટાયર ફેરવી દીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રાહુલને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જનારા ટ્રક ટેલરના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશીદારૂ

મોરબીના લાલપર ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીક બાવળની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૨૦૦ લીટર દેશી દારૂ જેની કિંમત ૪૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી બાબુભાઈ ઉર્ફે રાજુ જાદવજીભાઈ લીલાપરા જાતે કોળી (૧૯) રહે. સોલેટર સેનેટરીના કારખાનામાં ઢુવા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ધનીબેન ઉર્ફે પોચી રમેશભાઈ કોળી રહે. જાંબુડીયા વાળીનું નામ સામે આવતા તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News