રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડીએ કામગીરી દરમ્યાન વીજ કર્મીને શોટ લાગતા સારવારમાં ખસેડાયો


SHARE









મોરબીની માળિયા ફાટક ચોકડીએ કામગીરી દરમ્યાન વીજ કર્મીને શોટ લાગતા સારવારમાં ખસેડાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે વીજ કંપનીના કર્મચારી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ૬૬ કેવી એસએસમાં પીનલનું કામ કરતા સમયે એક કર્મચારીને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી વીજ કર્મચારીને ઈજા થઈ હોવાથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવેલ હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે હાલ મોરબી રહેતા અને વીજ કંપનીમાં કામ કરતાં રોહિતભાઈ દિનેશભાઈ મારૂ જાતે લુહાર (૩૩) મોરબીના સામાકાંઠા વિસ્તારમાં અધિકારી અને કર્મચારીઓ સાથે માળિયા ફાટક ચોકડી પાસે ૬૬ કેવી એસ.એસ. મોરબી “એ” પેનલનું કામ કરતા હતા ત્યારે કામગીરી દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી ત્યાં સાથે કામગીરી કરી રહેલા સ્ટાફે તેને તાત્કાલિક નીચે પાડી દીધા હતા અને તેના હાથમાં રહેલ વાયરને છોડાવ્યો હતો જેથી વીજ કર્મચારીનો જીવ બચી ગયો છે અને હાલમાં તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવેલ છે આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના રહેવાસી અશ્વિનભાઈ જેઠાભાઈ લોહાણા નામનો ૪૦ વર્ષનો યુવાન બેલા ગામે ગાડીના ગેરેજનું કામકાજ કરતો હતો અને ત્યાં કામ કરતા સમયે મોટરસાયકલ લઈને લખધીરપુર રોડ ઉપર આશાપુરા ગેરેજ બાજુ જતો હતો ત્યારે રસ્તામાં સામાકાંઠે આવેલ માળિયા ફાટકના ઓવરબ્રિજ ઉપર અચાનક તેના બાઇક આડે કૂતરું આવતા બાઈક પલ્ટી મારીને નીચું પડી જતા ઇજા પામેલા અશ્વિનભાઈને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયા હતા જેથી પોલીસે આ અંગે નોંધ કરી આગળની તપાસ કરી છે.મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રોલીગાવા તાલુકાના તડવી ફળિયા વિસ્તારમાં રહેતો અને હાલ મોરબીના ખાનપર ગામે બાબુભાઈ પટેલના ખેતરે રહીને ખેત મજૂરીનું કામ કરતો સંજય મગનભાઈ લાખમીયા નામનો ૩૧ વર્ષનો યુવાન કામ કરવા ગામ તરફથી વાડી બાજુ બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇક સાથે રોજડુ અથડાતા બાઈક પલ્ટી મારી ગયું હતું જેમા ઇજા થતા સંજયને સારવારમાં લઇ જવાયો હતો






Latest News