મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરે આવેલ પરણીતાના પતિ ઉપર પૂર્વ પતિ અને તેના ભાઈઓએ કર્યો છરી વડે હુમલો


SHARE









મોરબીમાં માવતરે આવેલ પરણીતાના પતિ ઉપર પૂર્વ પતિ અને તેના ભાઈઓએ કર્યો છરી વડે હુમલો

મોરબી નજીકના લીલાપર રોડે ચાર માળીયામાં માવતરે આવેલ પરણીતાના પતિ ઉપર મહિલામાં પૂર્વ પતિ અને તેના ભાઈઓએ છરી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર રાજુભાઈ મનસુખભાઈ હાથરીયા જાતે દેવીપુજક (૨૫) રહે. રેલવે સ્ટેશન પાછળ મચ્છુનગર જામનગર વાળા ઉપર ભરત કમાભાઈ, પીન્ટુ કમાભાઈ અને મળા કમાભાઈએ હુમલો કર્યો હતો અને છરી વડે રાજુભાઈને ઇજાઓ કરી હોવાથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી દરમિયાન ઇજા પામેલા રાજુભાઈના પત્ની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ માવતરના ઘરે આવ્યા હતા ત્યારે તેના પૂર્વ પતિ ભરત કમાભાઈ અને તેના બે ભાઈ પીન્ટુ કમાભાઈ તથા મળા કમાભાઇએ સાથે મળીને રાજુભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને છરી વડે ઇજાઓ કરેલ છે વધુમાં તેમને જણાવ્યું હતું કે તેમને આગલા ઘરના ત્રણ સંતાનો હતા જેમાંથી બે દીકરા હાલમાં તેના જુના પતિ ભરતભાઈ કમાભાઈ પાસે છે અને એક દીકરી પોતાની પાસે છે આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

વાહન અકસ્માતમાં ઇજા

ટંકારાના નસીતપર ગામે વૃંદાવન પાર્કમાં રહેતો અમિતભાઈ શામજીભાઈ અંદરપા નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબીના રાજપર-શનાળા રોડ ઉપરથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં સહજાનંદ નામના કારખાના પાસે તેના બાઇકને પાછળના ભાગેથી ઇકો કારના ચાલકે હડફેટ લેતા ઈજા પામેલા અમિત અંદરપાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલ ભક્તિનગર શેરી નંબર-૨ માં રહેતો અશ્વિનભાઈ જેઠાલાલ માણેક નામનો ૪૦ વર્ષનો યુવાન બાઈક લઈને બહાર જતો હતો ત્યારે સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ ચંગાલશા પીરની દરગાહ સામે તેના બાઇકની સાથે કૂતરૂ અથડાતા બાઈક પલટી મારી ગયું હતું જેથી માથા અને ખભાના ભાગે ઈજા થતા તેને પણ સારવારમાં ખસેડાયો હતો.




Latest News