મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે બાથરૂમની છત ઉપરથી પડી જતાં માથામાં ઈજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE









મોરબીના નીચી માંડલ ગામે બાથરૂમની છત ઉપરથી પડી જતાં માથામાં ઈજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી નજીકના નીચ માંડલ ગામે પોતાના ઘરની અંદર કામગીરી દરમિયાન ચોકડીમાં પડી જવાથી ઈજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે ટૂંકી સારવારમાં તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નીચે માંડલ ગામે રહેતા ચંદુભાઈ દેવજીભાઈ કુંડારીયા (૪૮) પોતાના ઘરે અકસ્માતે ફળિયામાં આવેલ ચોકડીમાં પડી ગયા હતા જેથી તેને માથા અને કમરના ભાગ ઇજા થઈ હતી માટે તેને પ્રથમ સારવારમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોય આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જીગ્નેશાબેન કણસાગરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ઘરના બાથરૂમની છત ઉપર મુકેલ પાણીની ટાંકી સફાઈ કરતા હતા દરમિયાન તે ફળિયામાં આવેલ ચોકડીમાં પડી ગયા હતા જેથી કરીને તેને માથા અને કમરના ભાગે ઈજાઓ થઈ હતી અને યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે

પરણીતાનું મોત

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દાધોલીયા ગામની રહેવાસી કોમલબેન નરેશભાઈ બારૈયા નામની ૨૧ વર્ષીય મહિલાને બેભાન હાલતમાં મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ત્યાં કોમલબેનને મૃત જાહેર કરીને બનાવની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી હતી જેથી ત્યાંના પી.બી. ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે કોમલબેન બારૈયાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેમનું મોત નીપજ્યું હતું વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે તેણીનો લગ્નગાળો અઢી વર્ષનો હતો અને સંતાનમાં એક બાળક છે. હાલ કયા કારણોસર કોમલબેને અંતિમ પગલું ભર્યું..? તે દિશામાં આગળની તપાસ માટે મોરબી પોલીસે મુળી પોલીસને જાણ કરી હતી.




Latest News