મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે નિંદ્રાધીન યુવાનને કચડી નાંખનાર વાહન ચાલકની ધરપકડ


SHARE







મોરબીના લીલાપર રોડે નિંદ્રાધીન યુવાનને કચડી નાંખનાર વાહન ચાલકની ધરપકડ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાન પાસે આવેલ ડેલમાં યુવાન સૂતો હતો ત્યારે ત્યાં મેટાડોરના ચાલકે તેનું વીલ તેના ઉપર ફેરવી દીધું હતું જેથી માથામાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરલે છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાન પાસે આપાભાઇના ડેલામાં રહેતા રાજેશભાઈ દેવાભાઈ ખડીયા જાતે આદિવાસી ભીલ (૨૫) એ ટાટા ૪૦૭ મેટાડોર નંબર જીજે ૧૯ વાય ૨૫૮૮ ના ચાલક લાલાભાઇ ગણવા સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, લીલાપર રોડ ઉપર આપાભાઈના ડેલામાં તેનો નાનો ભાઈ સબુભાઈ ખડીયા (ઉમર ૧૯) સૂતો હતો ત્યારે તેના ઉપર મેટાડોરના ચાલકે મેટાડોરનું ખાલી સાઇડનું વ્હીલ તેના માથા ઉપર ફેરવી દીધું હતું જેથી માથામાં ગંભીર ઇજા થવાથી ફરિયાદનીના નાના ભાઇનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે લાલો ધનજીભાઇ કટારા (૩૨) રહે. તીર્થક પેપર મિલ પાસે લીલપર રોડ મોરબી મૂળ રહે. એમપી વાળાની ધરપકડ કરલે છે.

કામ દરમિયાન ઈજા

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલા ભડીયાદ કાંટા નજીકના ૭૭૭ સીરામીક પાસે આવેલ રાધે એન્ટરપ્રાઇઝમાં ગત તા.૮ ના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં કામ દરમિયાન મશીનની ચકરી ડાબા પગના ભાગે લાગી જતા ઈજા થવાથી પંકજ જયાનસિંગ વસુનિયા નામના ૨૩ વર્ષના મજૂર યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર રાતાવિરડા રોડ નજીક આવેલ લોટો સીરામીક પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં હરેશભાઈ મગનભાઈ દેગામાને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના સરતાનપર રોડ ઉપર આવેલ રોલર સિરામિક પાસે મારામારીના બનાવમાં ઈજા થતા રાજુ મોહનસિંગ ગૌડ નામના પરપ્રાંતિય મજુર યુવાનને ઇજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો






Latest News