વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના કેસમાં સ્પેશ્યલ સરકારી વકીલ એસ.કે. વોરાની નિમણૂક: કાયદા વિભાગ


SHARE









મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના કેસમાં સ્પેશ્યલ સરકારી વકીલ એસ.કે. વોરાની નિમણૂક: કાયદા વિભાગ

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી આ ઘટનાની ગંભીરતાથી સુપ્રીમ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે અને હાઇકોર્ટમાં પણ સુઓમોટો અને પીએલઆઇની સુનાવણીઓ ચાલી રહી છે દરમિયાન આ ઘટના સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધેલ ફરિયાદના આધારે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેમાં સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશલય સરકારી વકીલ તરીકે રાજકોટ જિલ્લાના સરકારી વકીલ એસ.કે. વોરાને મૂકવામાં આવેલ છે

મોરબી પાલિકાની માલિકી વાળા ઝૂલતા પુલનું સંચાલન પાલિકાના જનરલ બોર્ડમાં કોઈ પણ ઠરાવ કર્યા વગર ઓરેવા ગ્રુપને સ્ટેમ્પ ઉપર લખાણ કરીને આપી દેવામાં આવ્યું હતું જેનું રિપેરિંગ કામ કર્યા પછી નવા વર્ષના પહેલા દિવસથી ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ અને તેના પરિવાજનોની હાજરીમાં આ પુલને લોકોને હરવા ફરવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે છઠના દિવસે તા ૩૦ ઓક્ટોમ્બરે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ઝૂલતા પુલનો દરબારગઢ બાજુનો જે ભાગ હતો ત્યાંથી જુલતો પુલ ધડાકાભર તૂટી પડ્યો હતો. જેથી કરીને બાળકો, સગર્ભા મહિલા વૃદ્ધો સહિતના પુલના કાટમાળ સાથે નીચે પડ્યા હતા અને ગટરના ગંદા પાણીમાં રિબાઈ રિબાઈને મોતને ભેટ્યા હતા અને એક કે બે નહીં પરંતુ ૧૩૫ લોકોના મોત સરકારી ચોપડે નોંધાયા હતા જેથી આ ઘટનાને સુપ્રીમ કોર્ટ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી રહી છે ત્યારે મોરબીની કોર્ટમાં ચાલતા કેસ માટે રાજકોટ જિલ્લાના સરકારી વકીલ એસ.કે. વોરાની મોરબીના ઝૂલતા પુલના કેસમાં સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી છે

મોરબીમાં ઝુલતા તૂટી પડવાની દુર્ઘટનામાં પકડાયેલા નવ આરોપીઓને પકડવામાં આવેલ છે અને તે આરોપીઓએ જામીન ઉપર છૂટવા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી જો કે, જામીન અરજીની સામે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઇ જાની દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને એફએસએલના પ્રાથમિક રિપોર્ટ સહિતના મજબૂત પુરાવાઓ કોર્ટમાં આપવામાં આવ્યા હતા જેથી કરીને કોર્ટે તમામ આરોપીઓના જામીન માટે આવેલ અરજીઓને ફગાવી દીધેલ છે અને હાલમાં તે તમામ આરોપીઓ મોરબીની જેલમાં છે જો કે, આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને હાલમાં સરકારના કાયદા વિભાગ દ્વારા મોરબીના ઝૂલતા પુલના કેસ માટે સ્પેશ્યલ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવી છે

અત્રે ઉલેખનીય છે કે, અગાઉ કરવામાં આવેલ સુનાવણી દરમિયાન આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલમાં અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવી હતી જેમાં ખાસ કરીને આરોપીના વકીલ દ્વારા એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપ સાથે જે કરાર કરવામાં આવ્યો છે તે કરારમાં કંપનીનું નામ સ્પષ્ટપણે લખેલું છે અને નગરપાલિકાના ચીફ ઓફિસર તથા કંપનીને જવાબદાર વ્યક્તિએ સહી કરેલ છે. તે ડોક્યુમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે હોવા છતાં પણ કાયદાના નિષ્ણાંત પોલીસ અધિકારીઓ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદની અંદર પાલિકા કે ઓરેવા ગ્રૂપનું નામ કેમ લખવામાં આવ્યું નથી ?  જેથી આવા અનેક સવાલો આ ઘટનાના સવા મહિના કરતાં પણ વધુ સમય પછી પણ વણ ઉકેલાયેલ છે તે હકકીત છે




Latest News