વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના હોદેદારો માટે ૧૬ મીએ ચૂંટણી: પ્રમુખ પદ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં


SHARE









 

મોરબી બાર એસો.ના હોદેદારો માટે ૧૬ મીએ ચૂંટણી: પ્રમુખ પદ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં

મોરબી બાર એસોસિએશનના હોદેદાર બનવા માટે આગામી તા ૧૬ મી ના રોજ ચુંટણી યોજાવાની છે જેના માટે પ્રમુખ સહિતના હોદા માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે અને જે ઉમેદવારોને ફોર્મ પાછા ખેચવા હતા તેમને ફોર્મ પાછા લઇ લીધા પછી હાલમાં ચુંટણીના જંગમાં પ્રમુખ પદ માટે પાંચ, ઉપપ્રમુખ પદ માટે ચાર, સેક્રેટરી માટે ત્રણ, જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ અને કારોબારી સભ્ય માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે જેના માટે આગામી તા ૧૬ મીએ મતદાન યોજાશે

મોરબીની કોર્ટમાં આગામી દિવસોમાં મોરબી બાર અશોસીએશનની ચુંટણી યોજવાની છે તેના માટે પહેલા જે વકીલો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા તેમાથી કેટલાક ફોર્મને પાછા ખેંચી લેવામાં આવ્યા ત્યારે ત્યાર બાદ ઉમેદવારીની આખરી યાદીને જાહેર કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદ માટે જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ, મુછડીયા કમલાબેન ધનજીભાઈ, ઓઝા મનીષભાઈ પ્રવીણચંદ્ર અને રાઠોડ જયરાજસિંહ પી.એ ઉમેદવારી નોંધાવી છે તો ઉપપ્રમુખ પદ માટે ભટ્ટ ભરતકુમાર કનૈયાલાલ, જાડેજા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ અને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ, સેક્રેટરી પદ માટે દવે મહીધરભાઈ હીમાંશુભાઈ, અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ અને માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ મેદાનમાં છે જો કે, જોઈન્ટ સેક્રેટરી પદ માટે ડાભી અમીતભાઈ વાલજીભાઈ, હડીયલ પ્રવીણભાઈ નારણભાઈ અને જાડેજા યોગરાજસિંહ જે. અને કારોબારી સભ્યપદ પાસ માટે મેંદપરા હાર્દીકભાઈ થોભણભાઈ, પરમાર દેવજીભાઈ બીજલભાઈ, રાણપરા નીરાલીબેન ડી., શેરશીયા ધવલકુમાર ડી. અને ઝાલા બ્રીજરાજસિંહ નાનુભાએ ઉમેદવારી નોંધાવી છે




Latest News