વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક યુનિટમાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતા મજૂર યુવાનનો હાથ ખભેથી કપાઈ ગયો


SHARE









મોરબીના સિરામિક યુનિટમાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતા મજૂર યુવાનનો હાથ ખભેથી કપાઈ ગયો

મોરબીના ગુંગણ ગામની સીમમાં આવેલા સિરામીકના કારખાનામાં કામ દરમિયાન મશીનના કન્વેયનર બેલ્ટમાં હાથ આવી જતા ખભાના ભાગેથી હાથ કપાઈ જતા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે પોલીસે બનાવવાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના ગુંગણ ગામની સીમમાં આવેલ ગ્રેસઆર્ટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા સંજયભાઈ સીતારામ સાહની નામના ૨૭ વર્ષીય મજૂરને સારવાર માટે અહીંની ડો.સાગર પટેલની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ કામ દરમિયાન મશીનના કન્વયેનર બેલ્ટમાં હાથ આવી જતા ખભાના ભાગેથી હાથ કપાઈ જવાથી સંજય સાહની નામના યુવાને સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી છે.

વાહન અકસ્માત

મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા ગંગારામ નામના ૨૫ વર્ષના યુવાનને મોરબીના રફાળેશ્વર-લીલાપર રોડ ઉપર આવેલ તીર્થક પેપર મિલની નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જ્યાંથી તેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે બનાવ અંગે તપાસ ચલાવી રહેલા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત ગંગારામ (૨૫) સ્કુટી લઈને જતો હતો ત્યારે તેનો અકસ્માત થયો હતો જોકે સ્કુટી સ્લીપ ખાઈ ગયેલ છે કે અન્ય કોઈ સાથે વાહન અકસ્માત થયો છે તે હાલ જાણવા મળેલ નથી કારણ કે રાજકોટ ખાતેથી હજુ સુધી ભોગ બનેલ ગંગારામ નામની વ્યક્તિનો પતો લાગ્યો નથી




Latest News