મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં કલેકટરે દક્ષ પટેલ-ટીએમસીના પ્રવકતા સાકેત ગોખલે સામે કરી બદનક્ષીની ફરિયાદ


SHARE









મોરબીની કોર્ટમાં કલેકટરે દક્ષ પટેલ-ટીએમસીના પ્રવકતા સાકેત ગોખલે સામે કરી બદનક્ષીની ફરિયાદ

સરકારી કચેરીમાંથી લોકોને સરળતાથી માહિતી મળી રહે તે માટે તેને સરકારે આરટીઆઈનો કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે જોકે, તેનો ઘણી વખત મિસ યુઝ થતો હોય તેવું પણ જોવા મળતું હોય છે પરંતુ મોરબીની ઘટનાની વાત કરીએ તો તેમાં આરટીઆઇ હેઠળ વડાપ્રધાનની મોરબી મુલાકાતની કોઈ માહિતી માગવામાં આવી ન હતી તેમ છતાં પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ પોસ્ટમાં મોરબી આવેલા વડાપ્રધાનના ખર્ચની વિગતો આરટીઆઇ હેઠળ સામે આવી છે તેવું દર્શાવવામાં આવ્યું હતું જેથી કરીને સરકાર અને તંત્રની બદનામી થઈ હોવાથી હાલમાં મોરબી જિલ્લા કલેકટર દ્વારા મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસીના પ્રવકતા સાકેત ગોખલે નામના બે સામે બદનક્ષીની ફરિયાદ કરી છે અને તેની કોર્ટ દ્વારા ઇન્કવાયરી કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે

મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી દોડી આવ્યા હતા અને ત્યારે તેમણે મૃતક વ્યક્તિઓના સ્વજનો તેમજ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ઘટના સ્થળે પણ ગયા હતા ત્યારબાદ અધિકારીઓ સાથે એસપી ઓફિસના કોન્ફરન્સ હોલમાં મીટીંગ યોજી હતી જો કે, મોરબી સહિત ગુજરાતમાં મતદાનના બે દિવસ પહેલા સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં એવું લખવામાં આવ્યું હતું કે આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલ માહિતી મુજબ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી તેનો ૩૦ કરોડથી વધુનો ખર્ચો થયેલ છે અને આ માહિતી આરટીઆઇ હેઠળ મળી હોવાનું પણ તેમાં લખવામાં આવ્યું હતું જેથી કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પોસ્ટના કારણે સરકાર અને તંત્રની બદનામી થઈ હોવાથી મોરબી જિલ્લા કલેકટર દ્વારા મોરબીની કોર્ટમાં બદલક્ષીની દક્ષ પટેલ અને ટીએમસીના પ્રવકતા સાકેત ગોખલે સામે ફરિયાદ કરવામાં આવેલ છે

સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાઇરલ કરવામાં આવી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે, આરટીઆઈ હેઠળ તંત્ર પાસેથી માહિતી માગવામાં આવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાતનો ખર્ચ ૩૦ કરોડ રૂપિયાનો થયો છે તેવી વિગતો સામે આવી છે જો કે, ખરેખર આરટીઆઇ હેઠળ તંત્ર પાસેથી કોઈએ મોરબીની નરેન્દ્ર મોદીની મુલાકાતના ખર્ચ સંબંધે વિગતો માંગેલ નથી અને વહીવટી તંત્ર દ્વારા કોઈને આ પ્રકારની માહિતી આપવામાં આવી નથી તેમ છતાં પણ વહીવટી તંત્ર અને આરટીઆઇ હેઠળ માહિતી મળી હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું જેથી કરીને વહીવટી તંત્ર અને સરકારની બદનામી થઈ હોવાથી જિલ્લા કલેકટર દ્વારા બદનક્ષીની મોરબીની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવેલ છે અને હાલમાં મોરબીની કોર્ટ દ્વારા આ બાબતની ઇન્કવાયરી કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે






Latest News