મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામેથી ૩૦ હજારના બાઈકની ચોરી


SHARE









મોરબીના વાવડી ગામેથી ૩૦ હજારના બાઈકની ચોરી

મોરબી નજીકના વાવડી ગામે ઘર પાસે પાર્ક કરેલ રૂપિયા ત્રીસ હજારની કિંમતનું બાઈક ચોરાઈ ગયેલ હોય ભોગ બનેલ યુવાન દ્વારા વાહન ચોરી અંગે ફરિયાદ નોંધવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે બગથળા રોડ ઉપર આવેલ ઉમિયાપાર્ક સોસાયટીમાં રહેતા હરીસિંહ નારસિંહ સોઢા જાતે દરબાર નામના ૨૪ વર્ષના યુવાને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તા.૨-૧૨ ના રાત્રીના ૧૧ વાગે તેણે પોતાનું વર્ષ ૨૦૨૦ ની સાલનું હોન્ડા બાઇક નંબર જીજે ૩૬ એએ ૨૮૨૬ કિંમત રૂપિયા ૩૦,૦૦૦૦ પોતાના ઘરની પાસે પાર્ક કર્યું હતું જે રાત્રિ દરમિયાન ચોરી થઈ ગઈ હતી ઘરમેળે તપાસ કરવા છતાં પણ ચોરાયેલ બાઈકનો પતો ન લાગતા ફરિયાદ નોંધાવવામાં આવેલી હોય હાલમાં પીએસઆઇ બી.એમ. બગડા દ્વારા બાઈક ચોરને પકડવા માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઊંચી-નીચી માંડલ ગામની વચ્ચે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા કાશીક મંડલ નામના ૧૭ વર્ષના યુવાનને ૧૦૮ ના જયેશભાઈ દ્વારા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો કે જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે હાલ તેને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે બનાવની નોંધ કરીને તાલુકા પોલીસ મથકના જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે મોરબીના સામાકાંઠે પીપળી રોડ ઉપર આવેલા તિરુપતિ સીરામીક સામે પણ અન્ય એક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજાઓ થતા હસમુખભાઈ રાઠવા (૨૩) રહે. હનુમાન મંદિર પાછળ લાલપર તાલુકો જીલ્લો મોરબીને ઇજાઓ પહોંચતા શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.




Latest News