માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં ઓનલાઇન જુગારમાં પૈસા હારી જતા અજાણ્યા ઇસમોએ માર મારીને દવા પીવડાવી હોવાનું યુવાને તર્કટ રચ્યુ..!


SHARE













મોરબીમાં ઓનલાઇન જુગારમાં પૈસા હારી જતા અજાણ્યા ઇસમોએ માર મારીને દવા પીવડાવી હોવાનું યુવાને તર્કટ રચ્યુ..!

મોરબીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના યુવાને પોલીસને પ્રથમ જણાવ્યું હતું કે કારખાનામાં પોતે મજૂરી કામ કરતો હોય અને કારખાનાના ટોયલેટ પાસે અજાણ્યા ઇસમે તેને માર મારીને ઝેરી દવા પીવડાવી છે.જોકે પોલીસે પોતાનો "રંગ" બતાવતા તપાસમાં ખુલ્યુ હતુ કે યુવાન ઓનલાઈન જુગારમાં પૈસા હારી ગયો હોય હવે ઘરે શું કહેવું..? તે બાબતને લઈને તેણે ઉપરોક્ત તર્કટ રચ્યું હતું..!

ઉપરોક્ત બનાવની જાણવા મળતી માહીતી મુજબ મૂળ સુરેન્દ્રનગરનો અને હાલ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ કુબેર ટોકીઝ પાછળના વિસ્તારમાં રહેતા જયેશ ધોલુભાઈ પાટલીયા જાતે કોળી નામના ૨૮ વર્ષીય મજૂરને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તા.૮ ના રાત્રીના અઢી વાગ્યાના અરસામાં વેરોના વિટરીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ નામના સિરામીકના ટોયલેટ પાસે અજાણ્યા ઉસમે તેને માર મારી દવા પીવડાવી દીધેલ છે.જે અંગે મોરબી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીને તપાસ સોંપવામાં આવી હતી જો કે પ્રથમથી જ બનાવ શંકાસ્પદ લાગતો હોય પોલીસે જીણવટભરી તપાસ કરી ઉલટ તપાસ કરતા ખુલ્યું હતું કે જયેશભાઈ કોળી ઓનલાઈન જુગાર રમવાની ટેવ ધરાવતા હોય અને ઓનલાઈન જુગારમાં ઘરેથી લાવેલા એકાદ લાખ રૂપિયા જેવી મોટી રકમ હારી ગયો હોય તે રકમ બાબતે હવે ઘરે શું કહેવું..? તે વાતને લઈને ટેન્શનમાં આવી જઈને તેને માર મારીને દવા પીવડાવી દેવામાં આવી છે તેવી સ્ટોરી ઊભી કરી હતી. જોકે તેને અગાઉ જણાવેલો કોઈપણ બનાવ બન્યો જ નથી તેવું તેણે પોતાના નિવેદનમાં અંતે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે યુવા ધન ઓનલાઇન ગેમિંગ અને મોબાઈલની વિવિધ એપ્લિકેશનમાં રચ્યા પચ્યા રહેતા હોય અને આ બાબતથી પરિવારજનો વાકેફ રહેતા નથી. ત્યારે ઘણી વખત ઉપરોક્ત બનાવો બની જતા હોય છે માટે મોંઘાદાટ ફોન લઈ દેતા વાલીએ પોતાના સંતાન મોબાઇલમાં શું કરે છે..? તે વાતનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવાગામ પાસે આવેલ આજવીટો સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો સુનીલ રાજુભાઈ મકવાણા નામનો ૨૧ વર્ષનો યુવાન તા.૮-૧૨ ના રોજ સાંજના આઠેક વાગ્યે બાઈક લઈને જતો હતો તે સમયે આજવીટો સિરામિક નવાગામ નજીકબાઇક સ્લીપ થઈ જતા તેને મોઢાના ભાગ ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના રવાપર ગામે રવાપર રેસીડેન્સીમાં ઘુનડા રોડ ઉપર રહેતા સવજીભાઈ રૂગનાથભાઈ જીવાણી નામના ૬૯ વર્ષીય વૃદ્ધ ઘુનડા રોડ ઉપરથી બાઈકમાં જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજા પામેલ સવજીભાઈ જીવાણીને પણ સારવારમાં ખસેડાયા હતા.

મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ

મોરબીના મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું આવતી કાલએ રાહતદરે વેંચાણ કરવામાં આવસે.જેમાં હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી વગેરે.અહીના માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ,આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે,ન્યુ હાઉસિંગ બોર્ડની સામે,સનાળા રોડ,મોરબી ખાતે આવતી કાલ તા.૧ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યાં સુધી વિતરણ કરાશે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરએ વધુમાં જણાવે છે કે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લઈને દરેક નિરોગી રહે, પ્રકૃતિ તરફ વળીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ તેમજ ઘરેથી ખરીદી માટે નિકડિયાએ ત્યારે કાપડની થેલી સાથે રાખીએ તેવી અપીલ કરી હતી.






Latest News