મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલની ધરપકડ-પાલિકાને સુપરસીડ કરવાની માંગ


SHARE









મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલની ધરપકડ-પાલિકાને સુપરસીડ કરવાની માંગ

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા તેમ છતાં પણ હજુ સુધી મુખ્ય આરોપી પોલીસની પકડમાં આવેલ નથી અને હતભાગી પરિવારોને ન્યાય મળ્યો નથી જેથી કરીને મૃતકોના આત્માની શાંતિ માટે સામાજિક કાર્યકરો દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૃતકના પરિવારોજનો સહિતના લોકોએ આહુતિ આપી હતી અને ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા જયસુખ પટેલની ધરપકડ અને પાલિકાને સુપરસિડ કરવાની માંગ કરી હતી

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, અશોકભાઈ ખારચરિયા, મુસાભાઈ બ્લોચ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારોને સાથે રાખી સ્વામી નારાયણ મંદિર નજીક તમામ મૃતક પરિવારોને યોગ્ય ન્યાય મળે તેના માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં મૃતકોના આત્માની શાંતિ માટે મૃતકોના પરિવારજનો સહિતના લોકોએ આહુતિ આપી હતી ત્યાર બાદ સામાજિક કાર્યકરો અને મૃતકોના પરિવારજનોએ જણાવ્યુ હતું કે, આ દુર્ઘટનાના આટલા દિવસો પછી પણ હજુ ઓરેવાના જયસુખ પટેલને પોલીસ પકડી શકી નથી અને મૃતકોના પરિવારોને ન્યાય મળ્યો નથી જેથી કરીને જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવે તેમજ મોરબી પાલિકાને સુપરસિડ કરીને દોષીતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો પગલાં નહીં લેવામાં આવે તો સામાજિક કાર્યકરો સાથે લડત ચાલવવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું છે






Latest News