વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા અને વાંકાનેરમાં ભાજપને પ્રચંડ સમર્થન આપનાર મોરબીવાસીઓનો આભાર: જયુભા જાડેજા


SHARE









મોરબી, ટંકારા અને વાંકાનેરમાં ભાજપને પ્રચંડ સમર્થન આપનાર મોરબીવાસીઓનો આભાર: જયુભા જાડેજા

મોરબી જીલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠક આવે છે તે તમામને અંકે કરવામાં માટે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સહિતના કામે લાગ્યા હતા તેના ફળ સ્વરૂપે આ જિલ્લાની ત્રણેય બેઠક ઉપર કમળ ખીલી ઉઠ્યું છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજાએ ભાજપ ઉપર આશીર્વાદ વરસાવનારા મતદારો સહિત સર્વેનો આભર વ્યક્ત કરેલ છે

 મોરબીની મોરબી-માળિયા બેઠક, ટંકારા-પડધરી બેઠક અને વાંકાનેર-કુવાડવાની બેઠક ઉપર ક્રમશઃ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમાણીનો જંગી લીડથી વિજય થયેલો છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બેદાગ કાર્યશૈલી, અમિતભાઈની કોઠાસૂઝ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપર વિશ્વાસ મૂકીને મોરબી જિલ્લા નાગરિકોએ ભાજપ ઉપર પ્રેમ વરસાવ્યો છે અને મતરૂપી જે આશીર્વાદ આપ્યા છે જેના થકી અહીંના ત્રણે ત્રણ ઉમેદવાર અને બાજુના જિલ્લાની બે સીટ મળી પાંચેય સીટો ભાજપે અંકે કરી છે ત્યારે અહીંના રાજપુત આગેવાન અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા ઉદયસિંહ જાડેજા દ્વારા મોરબીના સર્વે રહેવાસીઓ મતદારોનો જાહેર આભાર માનવામાં આવ્યો હતો અને જે પ્રકારે પ્રજાએ ભાજપ ઉપર પ્રેમ વરસાવ્યો છે તે રીતે જ હવે અમારી (ભાજપ) ની ફરજ બને છે કે લોકોની જે કોઇ આશા અપેક્ષાઓ છે તે પૂરી કરવી અને તેના માટે અમે કોઇ કચાશ રાખીશું નહીં તેમ જયુભા જાડેજાએ યાદીમાં જણાવ્યું હતું.




Latest News