મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં માવતર આવેલ મહિલા બાથરૂમમાં પડી જતા મોત


SHARE









મોરબીમાં માવતર આવેલ મહિલા બાથરૂમમાં પડી જતા મોત

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતી પરણીતા પોતાના માવતરને ત્યાં આવી હતી અને ત્યાં બાથરૂમમાં ન્હાવા સમયે પડી ગઇ હતી જેથી તેણીને માથાના ભાગ ઇજા થતા તેનું મોત નિપજયુ હતુ.

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામ પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં પિતાને ત્યાં આવેલ ગુલાબબેન હાસમભાઈ જામ નામની ૨૬ વર્ષીય મહીલા તેના પિતાના ઘેર આંટો દેવા માટે આવી હતી અને તે બાથરૂમમાં નાહવા માટે ગઈ ત્યારે પડી જતા માથાના ભાગે ઈજા થતાં આયુષ હોસ્પિટલે સારવારમાં લઈ ગયા હતા અને જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. વધુમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રમાંથી મળતી માહિતી મુજબ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ગુલાબબેન હાસમભાઈ જામ નામની ૨૬ વર્ષીય પરિણીતા પોતાના પિતા હાસમભાઈ સલેમાનભાઈ જામ જાતે મિયાણા (૪૨) ને ત્યાં આંટો દેવા માટે આવ્યા હતા અને તેઓનું સાસરૂ તેમના પિતાના ઘરની સામે જ આવેલ છે. ત્યાંથી તે પોતાના માવતરને ત્યાં આંટો દેવા આવ્યા હતા અને અહીં માવતરને ત્યાં બાથરૂમમાં નાહવા માટે ગયા ત્યારે પડી જતા માથાના ભાગે ઇજાઓ થતા ગુલાબબેનને સારવાર માટે આયુષમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું બનાવની નોંધ થતા બી ડિવિઝન પોલીસ મથકના.જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

કાર અકસ્માતમાં ઇજા

મોરબીના રાજકોટ હાઇવે ઉપર લજાઈ ગામની પાસે મસ્જિદ નજીક કાર પલ્ટી મારી ગઈ હતી જેથી કરીને કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી અને એક રાહદારી યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયુ હતુ. જયારે કારમા રહેલા ચાર પૈકી કરણ ચતુર દેત્રોજા (૨૫) અને હિમાંશુ હિતેન્દ્ર દેત્રોજા (૨૫) રહે. બંને મોરબી નામના યુવાનોને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જયાપે આ અકસ્માતમાં ગંભીરપણે ઘવાયેલ એક યુવાનને રાજકોટ ખસેડવામાં આવેલ છે.

પરણીતા સારવારમાં

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ધારાડુંગર વિસ્તારમાં રહેતા રેખાબેન પ્રવીણભાઈ કરશનભાઈ ઝાલા નામની ૨૮ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી હાલમાં બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.




Latest News