મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના મહાજન ચોકમાં ગારમેન્ટના સ્વરૂપમાં પહેલા માળેથી પડી જતા બાળકી સારવારમાં


SHARE









મોરબીના મહાજન ચોકમાં ગારમેન્ટના સ્વરૂપમાં પહેલા માળેથી પડી જતા બાળકી સારવારમાં


મોરબીના જુના મહાજન ચોક પાસે આવેલ ગારમેન્ટના શોરૂમમાં પહેલા માળેથી નીચે પડી જતા બાળકીને માથાના ભાગે ઇજા થવાથી સારવારમાં ખસેડવામાં આવી હતી.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના જૂના મહાજન ચોક પાસે આવેલ કાપડના શોપિંગ મોલના પહેલા માળેથી રમતા રમતા ખુશી ઉદયભાઇ ચારોલા નામની પાંચ વર્ષની બાળકી નીચે પડી ગઈ હતી જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે અહિંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને બેભાન હાલતમાં ખુશી ચારોલાને સારવારમાં ખસેડાઇ હોય બનાવની જાણ થતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં રહેતા જાવેદ દાઉદભાઇ સાપરા નામના ૩૨ વર્ષના યુવાનને કંડલા બાયપાસ પાપાજી ફનવલ્ડ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં યુવાનને ઇજા\

મોરબીના રહેવાસી બકુલ હરિલાલ સોનગ્રા નામનો ૨૫ વર્ષનો યુવાન મોરબીના શનાળા રોડ સરદારબાગ પાસેથી સાયકલ લઈને જતો હતો ત્યારે શનાળા રોડ ઉપર સરદારબાગ નજીક અજાણ્યા રીક્ષા ચાલકે તેની સાઇકલની હડફેટ લેતા ઇજાગ્રસ્ત થયેલા બકુલ સોનગ્રાને સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે હળવદના કવાડિયા ગામે રહેતા નરેશ સરતાનભાઇ નાયક નામના ૧૮ વર્ષના યુવાને ગામની અંદર બાબુભાઈના ખેતરમાં કોઈ કારણોસર કપાસમાં છાંટવાની દવા પી લેતા તેને સારવાર માટે અહિંની સિવિલે લવાયો હતો.તેમજ માોરબીના લીલાપર રોડ ત્રણ માળીયા પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા રાજુ ધનજીભાઇ પરમાર (૨૮) ને સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા

મોરબીના નગર દરવાજા પાસે આવેલ સિપાઈવાસ વિસ્તારમાં રહેતા જાવેદ ઉમરભાઈ ખુરેશી નામના ૩૫ વર્ષના યુવાનને તેના રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જેને પગલે જાણ થવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા તપાસ ચલાવી રહ્યા છે.




Latest News