વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વર્તમાન સમયમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયુ


SHARE









મોરબીમાં વર્તમાન સમયમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયુ

સમગ્ર વિશ્વના કલ્યાણના વિચારને કેન્દ્ર સ્થાને રાખી વિવિધતા અને વિશિષ્ટતાસભર કાર્યક્રમો અને આયામોના માધ્યમથી ભારતીય વિચારતત્વને વિકસિત અને વિસ્તરીત કરવાના ધ્યેયથી કાર્યરત ભારતીય વિચાર મંચની મોરબી શાખા દ્વારા "વર્તમાન સમયમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ" વિષય ઉપર અહીંના સંસ્કાર ઈમેજીંગ સેન્ટર હોલ ખાતે પ્રબુદ્ધજનો માટે એક જાહેર વ્યાખ્યાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વક્તા તરીકે આઅઆઇએમએના એલ્યુમની અને લેખીકા અમીબેન ગણાત્રાએ વકતવ્ય આપુ હતુ તથા અતિથિ વિશેષ તરીકે અગ્રણી શિક્ષણવિદ્ અશ્વિનભાઈ બરાસરા, સેવાભાવી ઉધોગપતિ નરેન્દ્રભાઈ સંઘાત, ભારતીય વિચાર મંચના પ્રાંત સહમંત્રી મદનલાલ નાહટા, સીરેમિક એસોશિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા, ડો.અનિલભાઈ મહેતા, વિપુલભાઈ અઘારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબીના ડોક્ટરો, સીએ, પ્રોફેસરો, શિક્ષકો, ઉધોગપતિઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, યુવાનો અને પસંદગી પામેલા ૭૫ વિધાર્થીઓ સહિત ૩૭૨ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દીપ પ્રાગટય બાદ ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન સાથે ભારતીય વિચાર મંચની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી રામાયણ અને મહાભારતના વિવિધ પાત્રોની વર્તમાન સમયમાં સંદર્ભ સાથે જરૂરિયાતો સમજાવી કાર્યક્રમને રામાયણ મહાભારત સાથે વર્તમાન યુવાનોને જોડવા સેતુ સમાન ગણાવ્યો હતો.ત્યારબાદ મુખ્ય વક્તા અમીબેન ગણાત્રાએ અહલ્યા અને સ્ત્રી સશક્તિકરણથી શરૂ કરી રામાયણ અને મહાભારતના વિવિધ પાત્રો અને તેની વિશિષ્ટતાઓની ચર્ચા કરી શ્રોતાઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.ત્યારબાદ તેઓનું મોમેન્ટો દ્વારા ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આભાર દર્શન સહસંયોજક ચિરાગભાઈ આદ્રોજાએ કર્યુ હતુ.કાર્યક્રમ દરમિયાન સાહિત્ય વેંચાણ પણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિસ્મય ત્રિવેદી તથા શૈલેષભાઈ કાલરીયાએ કર્યું હતું.




Latest News