વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થા, સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ અને જલારામ મંદિર દ્વારા રાહત દરે અડદીયા વિતરણ


SHARE









મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થા, સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ અને જલારામ મંદિર દ્વારા રાહત દરે અડદીયા વિતરણ

મોરબીમાં જુદી-જુદી સંસ્થાઓ દ્વારા શિયાળાને અનુલક્ષીને લોકો માટે રાહતદરે અડદીયા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સિનીયર સીટીઝન સંસ્થા (વરિષ્ઠ નાગરીક મંડળ), સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ તેમજ જલારામ મંદિર દ્વારા શુધ્ધ ઘીમાંથી બનાવાયેલ અડદીયાનું રાહતદરે વિતરણ કરવા આયોજન કરાયું છે.

જેમાં સિનીયર સીટીઝન કાઉન્સીલ તેમજ સહકાર ભારતી દ્વારા શુધ્ધ ઘીના અડદીયા બનાવીને આગામી તા. 15-12ના રોજ ગુ.બોર્ડ શનાળા રોડ ખાતે આવેલ એ.કે. કોમ્યુનિટી હોલ ખાતેથી તેમજ શનાળા રોડ ગુરુ દત્તાત્રેય મંદિર પાસે આવેલ ડો. બી.કે. લેહરુના દવાખાનેથી રાહતદરે અડદીયા મળશે તેમ સંસ્થાના પ્રમુખ ડો. બી.કે. લહેરુ, મંત્રી મહેશભાઈ ભટ્ટ અને ખજાનચી ત્રંબકભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે.

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ખાતે આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે પણ અડદીયા બનાવીને સર્વજ્ઞાતિય લોકો માટે તેનું રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં નામ નોંધાવવાની જરુર નથી. હાજર સ્ટોકમાં હશે ત્યાં સુધી રાહતદરે અડદીયા મળશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તેમજ નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવેલ છે. જ્યારે મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા પણ શુધ્ધ ઘીના બનાવાયેલ અડદીયા, બદામપાક, ગુંદરપાક વગેરે બોક્સ પેકીંગમાં વિતરણ કરવા આયોજન કરાયેલ છે. વધુ વિગત માટે ઠા.દલીચંદ જેરામ પરાબજાર, જયવિન પ્રોવિઝન (ભગત) ગાંધીનગર ગ્રીન ચોક, ચંદન કિરાના કુળદેવી પાન સામે સામાકાંઠે અથવા મહેક એજન્સી માળીયા સંઘવાણી શેરીમાં સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News