વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સામે ડિસિપ્લિનરી પગલે લેવા હાઇકોર્ટનો આદેશ


SHARE









મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સામે ડિસિપ્લિનરી પગલે લેવા હાઇકોર્ટનો આદેશ

આજે હાઇકોર્ટેમાં સૂઓમોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી ત્યારે એડ્વોકેટ જનરલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લેવામાં આવી હતી અને મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના જીવ ગયા હોવાથી મોરબી પાલિકના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સામે ડિસિપ્લિનરી પગલે લેવા માટે હાઇકોર્ટે આદેશ કર્યો છે તેમજ રાજ્યની તમામ પબ્લિક પ્રોપર્ટી માટે સેફ્ટી, સિક્યુરિટી, ઓપરેશના અને મેંટેનન્સનું  સક્ષમ ઓથોરીટી દ્વારા સમયાંતરે કરવા આવે આટલુ જ નહીં તેના રિપોર્ટ તેમજ રેકોર્ડ સાચવવામાં આવે સાથોસાથ મિલકતની હેરિટેજ વેલ્યુને ધ્યાનમાં રાખીને જે તે મિલકતનું મેંટેનન્સ કરવામાં આવે તેવી પણ ટકોર કરી હતી

મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાને લઈને આજે હાઇકોર્ટેમાં સૂઓમોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી જેમાં પુલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાયની ચર્ચા કરવાં આવી હતી અને ખાસ કરીને આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને સરકાર તરફથી માત્ર ૫૦ હજારની સહાય આપવામાં આવી છે જેથી કરીને ઇજાગ્રસ્તોને ઓછુ વળતર મળ્યું છે તેવી વાત સામે આવી હતી જેથી કરીને આ દુર્ઘટનાને સ્પેશ્યલ કેસ ગણીને ઈજાગ્રસ્તોને સહાય આપવી જોઈએ તેવું હાઈકોર્ટે કહ્યું હતું

મોરબીના ઝૂલતા પુલા માટે રાજકોટના કલકેટર અને અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ વચ્ચે ૧૬/૬/૨૦૦૮ ના રોજ પહેલો કરાર કરાર કરવામાં આવ્યો હતો અને તે કરારમાં રાજકોટના કલેકટરે સહી કરી હતી અને આ કરાર તા ૧૫/૬/૨૦૧૭ ના રોજ પૂરો થઈ ગયો હતો અને અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ પછી કરાર કરવામાં આવ્યો ન હતો જેથી તે મોરબી પાલિકા પાસે હતો અને આ પુલ જર્જરિત હોવાથી છેલ્લે જે કરાર માર્ચ ૨૦૨૨ માં કરી આપવામાં આવ્યો હતો ત્યાર બાદ દુર્ઘટના બનેલ છે અને છેલ્લા કરારમાં ચીફ ઓફિસરે સહી કરેલ છે અને પાલિકામાં જે રોજકામ કરવામાં આવ્યું છે તેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન તેમજ ચીફ ઓફિસરે આગમી જનરલ બોર્ડમાં મજૂર કરાવવાની શરતે કરાર કરી આપ્યો હતો જેથી કરીને ગુજરાત મ્યુનિસિપલ્ટી એકટની કલમ ૨૬૩ (સુપરસીડ) નો ઉલેખ્ખ આજે પણ કરવામાં આવ્યો હતો તેમજ ૧૩૫ લોકોના જીવ આ ઘટના ગયા હોવાથી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે હાઈકોર્ટે દેશ કર્યો છે

આજે હાઈકોર્ટે રાજ્યની તમામ પબ્લિક પ્રોપર્ટી માટે સેફ્ટી, સિક્યુરિટી, ઓપરેશના અને મેંટેનન્સનું   સક્ષમ ઓથોરીટીએ પિરિયોડિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ તેમજ તેના રેકોર્ડ રાખવામા આવે તેવી પણ સૂચન આપેલ છે ખાસ કરીને હેરિટેજ વેલ્યુને ધ્યાનમાં રાખીને જે તે મિલકતનું મેંટેનન્સ કરવામાં આવે તેવી પણ ટકોર કરી હતી તેમજ સુઓમોટો કેસમાં એડ્વોકેટ જનરલને વરુણ પટેલ અને સિખા પંચાલને એપોઇન્ટ કરવામાં આવેલ છે અને તેની પ્રોફેશનલ ફી ગુજરાત સરકારના લીગલ વિભાગને આપવાની રહેશે અને આ દુર્ઘટનાની તપાસ કરી રહેલ સીટની ટીમને પ્રિલિમરી રિપોર્ટ આપવા માટે કહ્યું છે અને આગામી તા ૨૧ ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે




Latest News