વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજની ડિઝાઇન ભાજપ અગ્રણીની માંગ


SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજની ડિઝાઇન ભાજપ અગ્રણીની માંગ

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અને તેની ખાતમહુર્ત પણ કરી નાખવામાં આવ્યું છે જો કે, લોકોની સુખકરીમાં વધારો થાય તે માટે આ ઓવરબ્રિજમાં મેગા સિટીની જેમ નીચેના ભાગે પાર્કિંગ થાય તેવી ડિઝાઇન મંજૂર કરવા માટેની માંગ ભાજપના મહેન્દ્રનગર ગામના યુવા આગેવાન દ્વારા કરવામાં આવી છે

મોરબીના મહેન્દ્રનગર ગામના યુવા આગેવાન કેતનભાઈ અશ્વિનભાઈ બોપલિયા અને મોરબી તાલુકા પંચાયતના સદસ્યા ભાવનાબેન જયંતીલાલ શેરસિયાએ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું છે તે ઓવરબ્રિજની ડિઝાઇન બદલાવવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી હળવદ રોડ ઉપર આવેલ મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે, મેગા સિટીની જેમ નીચેના ભાગમાં પાર્કિંગ થઈ શકે તેવી ડિઝાઇન બનાવવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે જેથી કરીને હાલમાં ચાલતા કામને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને નવી ડિઝાઇન મંજૂર કરીને કામ કરવામાં આવે તેવી માંગણી કરી છે.




Latest News