વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

સીએમની શપથવિધિમાંથી મોરબી પરત આવતી કાર ઉપર સુંદરગઢ ગામ પાસે લૂંટના ઇરાદે પથ્થરમારો ?


SHARE









સીએમની શપથવિધિમાંથી મોરબી પરત આવતી કાર ઉપર સુંદરગઢ ગામ પાસે લૂંટના ઇરાદે પથ્થરમારો ?

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ સુંદરગઢ ગામ પાસેથી પસાર થતી જુદીજુદી કાર ઉપર અજાણ્ય શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કાર ચાલકે કાર ઊભી રાખી ન હતી જો કે, પાછા આવીને ત્યાં કાર ઊભી રાખીને જોયું તો અજાણ્યા શખ્સો ત્યાંથી નાસી ગયા હતા અને એક કરતાં વધુ કાર ઉપર આવી રીતે પાંચથી વધુ શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જોકે લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ચર્ચા હાલમાં ચાલી રહી છે પરંતુ આ બનાવ સંદર્ભે હજુ સુધી પોલીસને કોઈ માહિતી નથી

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે આજે વધુ એક વખત ભુપેન્દ્રભાઈ પટેલની શપથવિધિ હતી ત્યારે મોરબીથી ઘણા બધા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ શપથવિધિમાં હાજરી આપવા માટે થઈને ગયા હતા અને ત્યાંથી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આજે ભાજપના આગેવાનો પોતાના વાહનો લઈને મોરબી તરફ આવી રહ્યા હતા દરમિયાન હળવદથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપર સુંદરગઢ ગામના પાટીયા પાસેથી પસાર થતી કાર ઉપર અંધારામાં ઉભેલા પાંચેક શખ્સો દ્વારા છૂટા પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા જેથી કરીને કારના કાચને પણ નુકસાન થયું હતું અને કાચ ફૂટી ગયો હતો

આવી જ રીતે અન્ય વ્યક્તિઓની કાર ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે કાર ચાલકોએ તેઓની કાર ઉપર પથ્થરમારો થયો હોવા છતાં પણ ત્યાં અંધારામાં કારને ઉભી રાખી ન હતી અને આગળ જઈને કાર ઉભી રાખી ત્યારે અન્ય કાર ચાલકોએ ત્યાં પોતાની કાર ઉભી રાખીને કહ્યું હતું કે “તેમની કાર ઉપર પણ અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે જેથી કરીને જે કારના કાચ ફૂટ્યા હતા તે કારચાલક પોતાની કાર લઈને ફરી પાછા ત્યાં ગયા હતા જોકે ઘટના સ્થળ ઉપર પથ્થરમારો કરનારા શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા

જોકે કયા કારણોસર અજાણ્ય  શખ્સો દ્વારા કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે અને રાત્રીના લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં લૂંટના ઇરાદે આ રીતે હુમલો કરવામાં આવે તો લોકોની સલામતી સામે પણ સવાલો ઊભા થાય તેવી શક્યતા છે જેથી કરીને હાલમાં શિયાળાનો સમય હોય વહેલા અંધારું થઈ જતું હોય રાત્રિના સમતે લૂંટ, ચોરી જેવી ઘટનાઓ ન બને તે માટે થઈને હાઇવે ટ્રાફિક પોલીસ અને જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ લાગણી વાહન ચાલકોએ વ્યક્ત કરી હતી




Latest News