વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ડબલ સવારી બાઇકને હડફેટ લઇને યુવાનનું મોત નિપજાવનાર આઇસર ચાલકની ધરપકડ


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે ડબલ સવારી બાઇકને હડફેટ લઇને યુવાનનું મોત નિપજાવનાર આઇસર ચાલકની ધરપકડ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમની નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બે યુવાનોને આઇસર જેવા વાહનના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.સારવારમાં રહેલા યુવાને ફરિયાદ નોંધાવેલ હતી જેને પગલે પોલીસે ગુનો નોંધીને આઇસર ચાલકની ધરપકડ કરેલ છે.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામના પાટીયા પાસે મહેન્દ્રનગર ગામેથી માળીયા જતા રોડ ઉપર રામધન આશ્રમની સામે થોડા સમય પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં હીરો હોન્ડા લઈને ભરત બાબુભાઈ પઢિયાર (ઉમર ૧૯) રહે. પીઠડ તાલુકો જોડીયા જી.જામનગર તથા તેમના ફુવાનો દીકરો ઉમેશ રાજેશ ચૌહાણ (ઉમર ૨૦) બંને મહેન્દ્રનગર ગામની બહાર નીકળ્યા હતા અને માળિયા ફાટક તરફ જતા હતા ત્યારે કોઈ અજાણ્યા આઇસર જેવા ટ્રક ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવવામાં ઉમેશ રાજેશ ચૌહાણ નામના યુવાનનું મોત નીપજયુ હતું. જ્યારે ભરત બાબુભાઇ પઢીયાર રહે. પીઠડ વાળાને ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો બાદમાં ભોગ બનેલ ભરત બાબુભાઇ પઢિયાર દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે અજાણ્યા આઇસર જેવા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ જે.બી.રાણા દ્વારા ઉપરોક્ત વાહન અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર આઇસર ચાલક પ્રભુસિંગ ભુરસિંગ રાવત જાતે રાજપુત (ઉમર ૩૧) હાલ રહે. ટ્રાન્સપોર્ટનગર અમદાવાદ મૂળ રહે. કાલેટરા ભીમ રાજસ્થાન વાળાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે નવી પીપળી ગામે આવેલ ઓમપાર્કમાં રહેતા ચંદુભાઈ ભીખાભાઈ પિત્રોડા નામના ૫૨ વર્ષના આધેડ તા.૧૧ ના સાંજે સાડા છએક વાગ્યે મોટરસાયકલ લઈને નીચીમાંડલ ગામ પાસેથી જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં આવેલ ભારત ચેમ્બર નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજા પામેલ ચંદુભાઈને સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે રહેતા શૈલેષ નરવતભાઇ ડામોર નામના ૨૨ વર્ષના યુવાનને જાંબુડીયા ગામ પાસેના ઓવરબ્રિજ નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ શૈલેષ ડામોરને અત્રેની સિવિલે સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ભીમસર વિસ્તારમાં રહેતો અરજણ હિંદુભાઈ કુંઢીયા જાતે દેવીપુજક નામનો ૨૫ વર્ષનો યુવાન માળિયા હાઇવે ઉપરથી જતો હતો ત્યારે ભરતનગર ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે તેની રીક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને ઇજાઓ તથા અરજણ કુંઢીયાને સિવિલે સારવારમાં ખેસેડાયો હતો.




Latest News