મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતના સર્વાંગી વિકાસ માટે હર હંમેશ હું હકારાત્મક અભિગમ દાખવતો રહીશ: બ્રિજેશ મેરજા


SHARE







મોરબી સહિત ગુજરાતના સર્વાંગી વિકાસ માટે હર હંમેશ હું હકારાત્મક અભિગમ દાખવતો રહીશ: બ્રિજેશ મેરજા

મોરબી માળીયા (મીં) ની ૧૪મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે તેમજ ગુજરાત ભાજપ સરકારના મંત્રી તરીકે વિધિવત રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે મોરબી માળીયા (મીં) અને સમગ્ર ગુજરાતની સેવા કરવાનો જે અલભ્ય લાભ સાંપડ્યો તે દરમિયાન ૧૮ કલાક સખત પરિશ્રમ વેઠીને પરિણામલક્ષી કામગીરી સફળ બાનાવ્યાના સંતોષના ઓડકાર સાથે બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે મારા આ સેવાકાળ દરમિયાન મોરબી માળીયા (મીં) ના પ્રજાજનો, સંગઠનના કાર્યકરો, જુદા જુદા સમાજના અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના કર્મયોગીઓ અને પ્રેસ મીડિયાના મિત્રોએ જે હકારાત્મક સહયોગ આપ્યો તે થકી જ હું મારી કામગીરી વધુ સફળતાપૂર્વક વાહન કરી શક્યો છું તે ઋણ માથે ચડાવી સૌ પરત્વે આભારની લાગણી વ્યક્ત કરું છું.

બ્રિજેશ મેરજાએ મંત્રી તરીકેના ટૂંકા કાર્યકાળ દરમિયાન મોરબી માળીયા (મીં) વિસ્તારના વિકાસ માટે રૂ. ૧૪૦૦ કરોડના વિવિધ પ્રોજેકટો લાવવાનું જે સૌભાગ્ય સાંપડ્યું તેને જિંદગીનું એક યાદગાર સંભારણું ગણાવી લોકોની યતકિંચિત સેવા કરવાના સદ્દભાગ્યને ખુશનશીબ ગણાવ્યું છે. તેમજ મોરબી માળીયા (મીં)ના પ્રજાજનોને તેમણે કરેલા કામોનો હિસાબ આપતો વિવિધ કામોને આવરી લેતો દળદાર ગ્રંથ પણ લોકો સમક્ષ મુકવાનું તેઓ ચૂક્યા નથી. આમ, મોરબી માળીયા (મીં) માટે તેમણે અનેક ક્ષેત્રે નવી ભાત ઉપસાવીને ના ભૂતોના ભવિષ્ય જેવુ કાર્ય કરવામાં નિમિત બનવાનું પોતાને કાયમ ગૌરવ રહેશે. લોકો તેમજ અનેક આગેવાનોએ તેમના આ કાર્યની ખૂબ સરાહના પણ કરી છે જે એમની સેવામુડીનું જમાપાસું બની રહેશે. ગુજરાતની ભાજપ સરકારના મંત્રી મંડળમાં સેવા કરવાના રાજ્ય સ્તરે વિકસેલા ફલક ઉપર બ્રિજેશ મેરજા હવે એક ભાજપ અગ્રણી કાર્યકર તરીકે સમગ્ર ગુજરાતમાં લોકસેવામાં એટલા જ ઉત્સાહ, ખંત અને મહેનતથી સક્રિય રહેશે. મોરબી જિલ્લા સહિત ગુજરાત ભરના નવા ચૂંટાયેલા ધારાસભ્યો વધુ સારી લોકભોગ્ય કામગીરી કરતાં રહે તેવી અપેક્ષા સાથે અભિનંદન પાઠવું છું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ સહિત સૌ કોઈનો ધારાસભ્ય અને મંત્રી તરીકે કામ કરવાનો અવસર આપવા બદલ આભાર માન્યો છે.

વધુમાં બ્રિજેશ મેરજાએ પોતાના જાહેરજીવનના સેવાકાળ દરમિયાન પ્રત્યક્ષ યા પરોક્ષ કોઇની લાગણી દુભાયેલ હોય તો મિચ્છામી દૂકડમ વ્યક્ત કરેલ છે. એટલું જ નહીં આવનારા દિવસોમાં પણ મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તે માટે હર હંમેશ હું હકારાત્મક અભિગમ દાખવતો રહીશ. અંતમાં બ્રિજેશ મેરજાએ પોતાની આ જાહેર જીવનની સફર દરમિયાન મળેલા સૌના સાથ સહકાર બદલ ભાવવિભોર લાગણી અને કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરી સૌનો આભાર માન્યો છે તેમજ ભવિષ્યમાં પણ તેમની જાહેર સેવાની આગેકૂચ જારી રહેશે અને આવા જ ઉષ્માસભર સહયોગ ઉત્તરોતર મળતો રહે તેવી અપેક્ષા પણ સેવી છે.






Latest News