વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે રહેતી મહિલા એસિડ પી જતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત


SHARE









મોરબીના સામાકાંઠે રહેતી મહિલા એસિડ પી જતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલી ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતી મહિલા તેના ઘેર કોઈ કારણોસર એસિડ પી ગઈ હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો અને રાજકોટ હોસ્પીટલ ખાતેથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરના વિપુલનગર વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળ રહેતા ચંપાબેન રમેશભાઈ સોલંકી નામની ૩૮ વર્ષની મહિલા તેના ઘેર એસિડ પી ગઈ હતી જેથી કરીને તેણીને મોરબીના સામાકાંઠે જ આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી દરમ્યાનમાં મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં રાજકોટ ખાતે સારવારમાં લઈ જવાયેલા ચંપાબેન સોલંકીનું મોત નીપજયુ હતું જેથી કરીને ત્યાં રાજકોટ ખાતે માલવીયા નગર પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના જસાપર ગામે રહેતી સગુણાબેન નિર્મળભાઈ કાનગડ નામની ૩૫ વર્ષીય મહિલા તેના ઘરે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ખુલ્યું હતું કે લગ્નના અનેક વર્ષો બાદ પણ તેઓને સંતાન ન હોય અને તાજેતરમાં જ તેમના સગા કે પાડોશીમાં કોઈને ત્યાં ડીલેવરી થઈ હોય અને તે વાતનું મનોમન લાગી આવતા સગુણાબેનને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને હાલ તેઓ બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર હેઠળ છે.મોરબી પોલીસે પ્રાથમિક નિવેદન લઈને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે માળિયા પોલીસને જાણ કરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી ગામ પાસે આવેલ સાધુ વાસવાણી સોસાયટીમાં રહેતી આશાબેન ચેતનભાઇ ભોજવાણી નામની ૩૦ વર્ષની મહિલાએ વધુ પડતી દવાઓ પી લેતા તેને સારવાર માટે આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા ઊંઘ ન આવતી હોય આશાબેનને ભૂલથી વધુ પડતી દવાઓ પી લીધી હતી અને જેથી કરીને તેમને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.તેઓનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે




Latest News