મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીથી વતનમાં જવાની વાતમાં પત્ની સાથે બોલાચાલી થતા પતિએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









મોરબીથી વતનમાં જવાની વાતમાં પત્ની સાથે બોલાચાલી થતા પતિએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયાથી આગળના ભાગમાં આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનને પત્ની સાથે તેના વતનમાં જવા બાબતે બોલા ચાલી થઈ હતી જેથી કરીને પતિને લાગી આવતા તેણે પોતાની ઓરડીમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી યાદ કરી હતી

બનાવની જાણમાં મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિસાના રહેવાસી અને હાલમાં મોરબી માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા થી આગળના ભાગમાં આવેલ એફિલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ચંદનકુમાર માંજી જાતે આદિવાસીનીએ પોતાની ઓરડીની અંદર છતના હુક સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને આપઘાતમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ચંદન કુમારને તેની પત્ની સાથે પોતાના વતનમાં જવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી જેથી કરીને તેને લાગી આવતા ચંદનકુમારે પોતાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું હાલમાં મૃતકની પત્નીએ પોલીસને બનાવની જા કરતા મોરબી તાલુકા પોલીસે આ અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના નાનીવાવડી ગામે શિવ ગંગા સોસાયટી પાસેથી એકટીવા લઈને પસાર થતાં શખ્સોને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી 80 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે 1600 રૂપિયાની કિંમતનો દારૂ તેમજ એકટીવા નંબર જીજે 36 ક્યુ 4889 જેની કિંમત 25,000 રૂપિયા આમ કુલ મળીને 26,600 ના મુદ્દા માલ સાથે પોલીસે દેવપરી અરવિંદપરી ગોસ્વામી જાતે બાબાજી (ઉંમર વર્ષ 32) રહે. ખોજા સોસાયટી લાયન્સનગરની બાજુમાં મોરબી તેમજ ભુપતભાઈ નરસીભાઇ રાઠોડ જાતે બારોટ (ઉંમર વર્ષ 23) રહે લાયન્સનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News