મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી) ના સરવડ પાસે રોડ સાઈડમાં મૂકેલા સાઇન બોર્ડમાં બાઇક અથડાતાં યુવાનનું મોત


SHARE





 

માળીયા (મી) ના સરવડ પાસે રોડ સાઈડમાં મૂકેલા સાઇન બોર્ડમાં બાઇક અથડાતાં યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસે આવેલ સરદારનગર નજીકથી પસાર થઈ રહેલ બાઈક ચાલકનું બાઈક રોડ સાઈડમાં લગાવવામાં આવેલ સાઈનબોર્ડ સાથે અથડાયું હતું જેથી કરીને યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નિપજ્યું હતું જેથી હાલમાં મૃતક યુવાનના સાળાની ફરિયાદ લઈને માળિયા મીયાણા તાલુકા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે પીપળીયા ચાર રસ્તા પાસે ચામુંડા હોટલ નજીક અમજદ ટાયર સર્વિસ ખાતે રહેતા વાહિદભાઈ નજીરભાઈ સાઈ (ઉંમર ૨૫) પોતાનું બાઈક નંબર જીજે ૩ એક્યૂ ૭૩૯૪ લઈને માળીયા મીયાણા તાલુકાના સરવાડ ગામ પાસે આવેલ સરદારનગર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડ સાઈડમાં લગાવવામાં આવેલ સાઈનબોર્ડ સાથે તેનું બાઈક ધડાકાભર અથડાયું હતું જેથી કરીને વાહીદભાઈને માથામાં ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના સાળા મહોમદમુર્તુજા મુસ્તુફા શાહ જાતે મુસ્લિમ (ઉંમર ૨૬) રહે. મેટોડા જીઆઇડીસી ગેટ નંબર-૩ સામે તાલુકો લોધિકા વાળાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

માળીયા મિયાણાની મેઇન બજારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા ઈકબાલ હસનભાઈ ખોડ જાતે મિયાણા (ઉંમર ૨૦) રહે. માતમ ચોક માળિયા મીયાણા વાળા મળી આવતા પોલીસે ૪૦૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News