મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા ભાગવત સપ્તાહ-સમુહલગ્નનું આયોજન


SHARE









મોરબીમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા ભાગવત સપ્તાહ-સમુહલગ્નનું આયોજન

મોરબીમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન અને સમુહલગ્ન સમિતિ દ્વારા ૫૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિની પાંચ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.


મોરબીમાં શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિમાં પહેલી વખત વિશ્વકર્મા ફાઉન્ડેશન અને સમુહલગ્ન સમિતિ ૫૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિની પાંચ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી તા. ૧૧-૧-૨૦૨૩ થી ૧૭-૧-૨૦૨૩ સુધીમાં યોજાશે આ તકે મોરબીના કથાકાર શાસ્ત્રીજી નિખીલભાઇ જોષી પોતાની આગવી શૈલીમાં આધ્યાત્મિક કૃષ્ણકથાનું રસપાન કરાવશે અને આ શુભ પ્રસંગના મુખ્ય યજમાન સ્વ. મગનલાલ બાબુલાલ પઢારીયા હસ્તે જયેશભાઇ પઢારીયા અને કમલેશભાઇ પઢારીયા બેસસે અને આ ઉપરાંત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતી તારીખ ૧૭ ના રોજ કરવામાં આવશે અને શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગે પાંચ દિકરીના સમુહલગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે ધર્મની સાથે સમગ્ર સમાજની હાજરીમાં સમાજની પાંચ દિકરીઓને વિદાય આપવામાં આવશે.

આ ઉપરાંત તા. ૧૭ ના સમગ્ર શ્રી મચ્છુ કઠિચા લુહાર જ્ઞાતિનો સમૂહ પ્રસાદ બપોરે ૧૧ કલાકે રાખવામા આવેલ છે તેમજ કથા દરમ્યાન મહાનુભાવોનું સન્માન તથા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે મોરબીમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિજનોના ઘરે દુઃખદ બનાવ સમયે ૧ ટંક ભોજનની સેવા ભોજન રથ દ્વારા ફ્રી ઓફ ચાર્જ અપાય છે. અને જરૂરિયાત મંદ જ્ઞાતિજનોને મેડિકલ સહાય કરવામાં આવે છે. અને અષાઢી બીજના દિવસે નાતનું સમુહ ભોજન યોજવામાં આવે છે. જેથી તેમાં જ્ઞાતિજનો તરફથી સહકાર આપવા દિપકભાઇ કવૈયા (૯૮૭૯૪૭૧૨૬૫) અને પંકજભાઇ મકવાણા (૯૮૭૯૭ ૧૮૯૪૬)એ અનુરોધ કરવામાં આવેલ છે...






Latest News