મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં ગાળો બોલવાની વાતમાં યુવાનને છરીનો ઘા ઝીકિ દીધો : રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીના લાતી પ્લોટમાં ગાળો બોલવાની વાતમાં યુવાનને છરીનો ઘા ઝીકિ દીધો : રાજકોટ ખસેડાયો

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ પાસે ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કુલ મળીને બે મહિલા સહિત પાંચને ઇજાઓ થઈ હતી જે પૈકીના એક યુવાનને વધુ ઈજા થઈ હોવાથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે અને મારામારીના આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ માં રહેતા સદ્દામ અબ્દુલહુસેન મુસાણી (૧૮) નામના યુવાનને છરી વાગી હોવાથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ પાસે ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સદ્દામ અબ્દુલભાઈ મુસાણી (૧૮) ને છરી વડે પડખાના ભાગે ઇજા કરવામાં આવી હતી માટે તેને રાજકોટ સારવારમાં લઈ જવામાં આવેલ છે જો કે, મારામારીના આ બનાવમાં અહેમદ અલીભાઇ અંસરી (૧૬), કેહરાબેન અલીભાઈ અંસરી (૪૫), મોહમ્મદ અલીભઈ અંસરી (૧૮) અને અલીમોહમ્મદ દિનમહોમદ અંસરી (૪૫) રહે. બધા લાતી પ્લોટ શેરી નં-૪ વાળાને પણ ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં મારામારીના આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પીધું

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા હાજરાબેન ઈમ્તિયાઝભાઈ બલોચ (૩૭) અને મુસ્કાનબેન (૧૫) બંને પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી ગયા હતા જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરનાર વિપુલ ફુલતરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને લાગી આવતા બનેએ ફિનાઈલ પી લીધું હોય તેને સારવારમાં ખસવામાં આવ્યા હતા.




Latest News