મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદ્યોગીક પાર્ક મંજુર: પેન્ડીંગ-નવા પ્રોજેકટ ધડાધડ મંજુર


SHARE







મોરબીમાં ઔદ્યોગીક પાર્ક મંજુર: પેન્ડીંગ-નવા પ્રોજેકટ ધડાધડ મંજુર

રાજય સરકારના આધારભૂત સૂત્રોએ કહ્યું કે મોરબી, રાજકોટ, જામનગર, મહીસાગર, બનાસકાંઠા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ તથા ભાવનગર જીલ્લાઓમાં આ ઔદ્યોગીક વસાહતો નિર્માણ પામશે. રાજકોટમાં ત્રણ ઈન્ડસ્ટ્રીય એસ્ટેટ બનશે. જામનગર, બનાસકાંઠામાં પણ ત્રણ ત્રણ જયારે ભરૂચમાં બે અને બાકીના જીલ્લાઓમાં એક-એક ઔદ્યોગીક વસાહત મંજુર કરવામાં આવી છે. બનાસકાંઠામાં બે ફુડ એન્ડ એગ્રો પ્રોસેસીંગ પાર્કનું નિર્માણ કરવામાં આવશે.

જયારે વલસાડમાં સીફુડ પ્રોસેસીંગ પાર્ક બનશે. છોટા ઉદેપુર, દાહોદ તથા ભરૂચમાં ત્રણ આદિવાસી પાર્ક બનશે. ભરૂચમાં બલ્ક ડ્રગ્ઝ પાર્કને પણ મંજુરી આપવામાં આવી છે. રાજય સરકારના સૂત્રોએ કહ્યું કે સંબંધીત જીલ્લા કે ક્ષેત્ર માટે અનુરૂપ હોય તેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેના આધારિત ઔદ્યોગીક વસાહતોનું નિર્માણ કરાશે. ઉદાહરણ તરીકે મોરબીમાં સ્થપાનારી ઔદ્યોગીક વસાહતમાં સીરામીક ક્ષેત્રને પ્રોત્સાહન આપતા એકમો રહેશે જયારે જામનગરની ઔદ્યોગીક વસાહતથી બ્રાસપાર્ટ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. આદિવાસી પાર્ક મારફત આદિવાસી સમુદાયને ઉદ્યોગક્ષેત્રે સાહસિક બનાવવાનો ઉદેશ છે અને તે માટે ખાસ રાહતો પણ આપવામાં આવશે. આદિવાસી સમાજના લોકો ઔદ્યોગીક એકમ સ્થાપે તેને ખાસ સરકારી સહાય આપવામાં આવશે. રાજય સરકારે મંજુર કરેલા 15માંથી સૌથી મોટો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બલ્ક ડ્રગનો હશે અને 817 હેકટર જમીનમાં પથરાયેલો હશે.

બીજા નંબરે મોરબીનો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક 425 હેકટર જગ્યામાં ઉભો કરવામાં આવશે. ગુજરાત ઔદ્યોગીક વિકાસનુ ગ્રોથ એન્જીન જ ગણાય છે. ઔદ્યોગીક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રાજય સરકાર વખતોવખત પ્રોત્સાહન યોજનાઓ જાહેર કરે જ છે. રાજકોટ સહિતના વિવિધ જીલ્લાના વેપાર-ઉદ્યોગ સંગઠનો ઔદ્યોગીક વસાહતો માટે રજુઆત કરવાની સાથોસાથ તેના નિયમો હળવા કરીને છુટછાટ વધારવાની માંગ કરતા જ રહ્યા છે. રાજય સરકારે એક સાથે 15 ઔદ્યોગીક પાર્ક એસ્ટેટને મંજુરી આપતા ઔદ્યોગીક વિકાસને નવુ જોર મળવાનું સ્પષ્ટ છે. રાજકોટ સહિતના જીલ્લાઓના ઉદ્યોગકારો ઔદ્યોગીક વસાહતોના આકરા નિયમો તથા ડબલ ડેકરોશન જેવી સમસ્યા દુર કરવા લાંબા વખતથી સરકારમાં રજુઆત કરી રહ્યા છે.






Latest News