વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા રવાપર ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે


SHARE









મોરબીમાં રોટરી ક્લબ દ્વારા રવાપર ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

રોટરી ક્લબ ઓફ મોરબી અને હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર દ્વારા આગામી તા. ૧૮ ને રવિવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પ રવાપર ગામ ખાતે બાલકેશ્વર મહાદેવ મંદિર સામે ઉમા હોલમાં રાખવામા આવ્યો છે

આ કેમ્પ સવારે ૯ થી ૧ સુધી ચાલશે અને તેમાં નિઃશુલ્ક નિદાન કરી આપવામાં આવશે આ કેમ્પમાં ડો. પ્રતીક દેસાઈ, ડો. મોસમી ભટાસણા, ડો. ટ્વિંકલ દેત્રોજા, ડો. યોગીતા જેતપરિયા, ડો. દેવાંશી વસીયાણી, ડો વિશ્વાસ સદાતીયા અને ડો ધારા ચારોલા સેવા આપશે. જેથી કરીને આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ રજિસ્ટ્રેશન વહેલા કરાવવા આયોજકોએ જણાવ્યુ છે અને રજિસ્ટ્રેશન ૯૮૯૮૦ ૭૧૪૭૫ તેમજ ૯૦૧૬૫૫૮૯૭૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. અને કેમ્પમાં આવેલા દર્દીઓને સારવારમાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને આ કેમ્પમાં દર્દીઓને તેની જૂની ફાઇલ અને રિપોર્ટ સાથે રાખવા માટે ડો. પ્રતીક દેસાઈએ જણાવ્યુ છે

અનોખી પહેલ

હાલમાં ઠંડી વધી રહી છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાગના સાથે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા લોકો પાસેથી જુના ગરમ કપડાં એકત્રિત કરવામાં આવશે અને રોટરી ક્લબ દ્વારા નિલકંઠ વિદ્યાલય પાસે, રવાપર રોડ, મોરબી ખાતે તા ૧૬ અને ૧૭ ના રોજ લોકો પાસેથી સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી જુના ગરમ કપડાં એકત્રિત કરવામાં આવશે જેમાં જુના સ્વેટર, શાલ, જેકેટ, ટોપી, મોજા, મફલર વગેરે આપી શકશે અને આ કપડાને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચડવામાં આવશે અને વધુ માહિતી માટે અશોકભાઈ મહેતા (૯૯૭૮૪ ૪૨૮૫૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.

આયુષ્યમાન કાર્ડનો કેમ્પ

મોરબીમાં પ્રાગટ્ય કલીનિક દ્વારા આગામી ૧૮ ડિસેમ્બરબ રોજ આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં વિનામૂલ્યે મોરબીની જનતાને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. અને આ કેમ્પ તા ૧૮/૧૨ ને રવિવારે બપોરના ૩થી ૭ વાગ્યા દરમ્યાન યોજાશે અને વીસીપરામાં આવેલ આંબેડકર કોલોનીમાં ડો. પરેશ એમ. પારીઆના પ્રાગટ્ય કલીનિક ખાતે આ આયુષ્યમાન કાર્ડ કેમ્પ રાખવામા આવેલ છે અને તેના માટે આવકનો દાખલો, રેશન કાર્ડ અને આધાર કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા જણાવ્યુ છે




Latest News