વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે કારખાનાના કર્મચારીના આંતરીને રોકડા 29 લાખની લુંટ: અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સો ફરાર


SHARE









મોરબી નજીકના પીપળી ગામ પાસેથી યુવાન પોતાના ઘરે જતો હતો ત્યારે તેના બાઇકને અજાણી કારમાં આવેલ ત્રણ શખ્સો દ્વારા ઠોકર મારીને પછાડી દેવાનાં આવ્યો હતો અને બાદમાં યુવાનને માર મારીને 29 લાખ રૂપિયાની લુંટ ચલાવવામાં આવી છે અને તે ત્રણેય શખ્સો કાર લઇને નાસી ગયા છે જેથી તેને પકડવા માટે પોલીસ દ્વારા દોડધામ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના પીપળી ગામે રહેતો અને પીપળી ગામ પાસે જ આવેલ કેલી ફેક્ષન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં કામ કકતો કર્મચારી ચંદ્રેશ સવજીભાઇ સિરવી નામનો યુવાન સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં કારખાને કામ પુરુ કરીને પોતાના બાઇક ઉપર રોકડા રૂપિયા 29 લાખ ભરેલ થેલો લઇને ઘર તરફ જતો હતો ત્યારે અજાણી કારમાં આવેલા 3 શખ્સોએ કારથી યુવાનના બાઇકને ઠોકર મારી હતી અને યુવાનને નીચે પછાડી દઇને તેને ઢીકાપાટુનો માર મારો હતો ત્યાર બાદમાં યુવાન પાસે રહેલ 29 લાખ રૂપિયા ભરેલ થેલાની લુંટ ચલાવીને ત્રણેય શખ્સો નાસી ગયા હતા જેથી કરીને અજાણી કારમાં આવીને લુંટ ચલાવીને નાસી ગયેલા ત્રણ શખ્સોને પકડવા માટે હાલમાં મોરબી તાલુકા પોલીસ, એલસીબી, એસઓજીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે




Latest News