મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ જેઠલોજાનો વિજય


SHARE









મોરબી બાર એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ જેઠલોજાનો વિજય

મોરબી બાર એસોસિએશનના હોદેદાર બનવા માટે ચુંટણી યોજાઇ હતી જેમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યા બાદ કોર્ટ ખાતે જ મતગણતરી કરવામાં આવી હતી અને તેમાં પ્રમુખ પદે વિપુલભાઈ જેઠલોજાનો વિજય થયો છે અને સેક્રેટરીમાં જિતેનભાઇ આગેચાણિયા વિજેતા બનેલ છે જો કે, ઉપપ્રમુખ અને જોઇન્ટ સેક્રેટરી માટે ઓછા માર્જિન હોવાથી મતની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી કરીને ફાઇલ પરિણામ આવતા હજુ સમય લાગશે તે નિશ્ચિત છે

મોરબીની કોર્ટમાં મોરબી બાર અશોસીએશનના પ્રમુખ સહિતના હોદેદારો માટે ચુંટણી યોજાઈ હતી અને મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં કરવામાં આવ્યા બાદ કોર્ટ ખાતે જ માટની ગણતરી કરવામાં આવી રહી છે હતી જેમાં પ્રમુખ પદ માટે જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ ૧૫૬, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ ૧૧, મુછડીયા કમલાબેન ધનજીભાઈ ૯૯, ઓઝા મનીષભાઈ પ્રવીણચંદ્ર ૧૪૭ અને રાઠોડ જયરાજસિંહ પી. ૧૨ મત મળેલ છે જેમાંથી જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ વિજેતા બનેલ છે તો ઉપપ્રમુખ પદ માટે ભટ્ટ ભરતકુમાર કનૈયાલાલ ૧૪૫, જાડેજા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ ૭૮, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ ૪૦ અને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ ૧૪૮ મત મળેલ છે જેથી કરીને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ વિજેતા બનેલ છે તેવી જ રીતે સેક્રેટરી પદ માટે દવે મહીધરભાઈ હીમાંશુભાઈ ૧૭૫, અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ ૨૨૩ અને માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ ૧૮ મત મળેલ છે જેથી અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ વિજેતા બનેલ છે અત્રે ઉલેખનીય છે કે, સૌથી વધુ મત અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈને મળેલ છે જયારે જોઈન્ટ સેક્રેટરી પદ માટે ડાભી અમીતભાઈ વાલજીભાઈ ૧૪૪, હડીયલ પ્રવીણભાઈ નારણભાઈ ૧૪૧ અને જાડેજા યોગરાજસિંહ જે. ૧૨૦ મત મળેલ છે જેથી ડાભી અમીતભાઈ વાલજીભાઈ વિજેતા બનેલ છે અને કારોબારી સભ્યપદ માટે મેંદપરા હાર્દીકભાઈ થોભણભાઈ, શેરશીયા ધવલકુમાર ડી. અને ઝાલા બ્રીજરાજસિંહ નાનુભા વિજેતા બનેલ છે આ ચુંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે રાજેશભાઈ બદ્રકિયા, કાજલબેન ચંડિભ્ભર અને જય પરીખે ફરજ બજાવી હતી 




Latest News