રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ મંદિરે સ્વ. સુશિલાબેન પંડ્યાની પુણ્યતિથિએ સિલાઈ મશીન અર્પણ


SHARE









મોરબીના પરશુરામ મંદિરે સ્વ. સુશિલાબેન પંડ્યાની પુણ્યતિથિએ સિલાઈ મશીન અર્પણ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટના ટ્રસ્ટીના સ્વર્ગસ્થ પત્નીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહિલાઓ પગભર થઈ શકે તે માટે ૧૧ સિલાઈ મશીન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો અને બ્રહ્મ સમાજના આગેવાનોની હાજરીમાં આ સિલાઈ મશીન અર્પણ કરવામાં આવેલ છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિરના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાના સ્વર્ગસ્થ પત્ની સુશીલાબેન ભુપતભાઈ પંડ્યાની પાંચમી પુણ્યતિથિ હોય તે નિમિત્તે પરશુરામ ધામ મંદિર ખાતે ધજા ચડાવવાના સાથે ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ બ્રહ્મ સમાજ અને દરેક સમાજની મહિલાઓ પગભર થઈ શકે તે માટે પરશુરામ મંદિર ખાતે ૧૧ સિલાઈ મશીન આપવાનો નિર્ધાર ભુપતભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યો હતી અને બ્રહ્મ સમજામાં આગેવાન જીતુભાઈ મહેતા, ડો.અનિલભાઈ મહેતા સહિતના આગેવાનોની હાજરીમાં બહેનોને અર્પણ કરવામાં આવેલ છે વધુમાં ભૂપતભાઇએ જણાવ્યુ હતું કે, પરશુરામ ધામ મંદિર ખાતે મહિલાઓને ઉપયોગી થાય તે હેતુ સાથે સિલાઈ મશીન આપવામાં આવ્યા છે અને મહિલાઓને સિલાઈ મશીન ચલાવવા માટેની તાલીમ પણ આપવામાં આવશે આ તકે નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, કિરણબેન ઠાકર તેમજ બ્રહ્મ સમાજની બહેનો અને પરશુરામ યુવા ગ્રૂપ અને બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News