વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૬ વર્ષે એમડી ડોકટર મુકાયા


SHARE









ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૬ વર્ષે એમડી ડોકટર મુકાયા

ટંકારા સરકારી દવાખાનામાં એમડી ડોક્ટરની નિમણુંક લાંબા સમયથી કરવામાં આવી નથી જેથી કરીને ત્યાં ડોક્ટર મૂકવામાં આવે તેવી માંગ ઉઠી હતી અને નવનિયુક્ત ભાજપના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ૧૬ વર્ષ બાદ એમડી ડોક્ટરને ટંકારામાં નિમણુંક આપાવી છે. હાલમાં ટંકારા ખાતે ડો. દિપ ચિખલિયાને નિમણુંક આપવામાં આવી છે

મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ ટંકારા તાલુકામાં સરકારી હોસ્પિટલમાં વર્ષોથી એમડી ડોક્ટર મુકવા માંગ ઉઠાવવામાં આવી હતી પરંતુ આ મામલે અત્યાર સુધીમાં નક્કર કાર્યવાહી થઈ ન હતી જો કે, તાજેતરમાં જ ચૂંટાયેલા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમડી ડોક્ટરની નિમણુંક માટે સરકારમાં રજુઆત કરી હતી અને ૧૬ વર્ષ બાદ એમડી ડોક્ટર તરીકે ડો. દીપ ચિખલિયાને નિમણુંક આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મોરબી રોડ પર અવાર નવાર દુર્ઘટનાઑ બનતી રહે છે ત્યારે ધાયલ લોકોને સારવાર અર્થે મોરબી કે રાજકોટ જવાની ફરજ પડતી હતી અને અનેક કિસ્સામાં સમયના વેડફાટને કારણે અજૂગતા બનાવ પણ બનતા હતા ત્યારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તાત્કાલિક ટંકારાનો પ્રશ્ન ઉકેલતા લોકોમાં હર્ષની લાગણી છે




Latest News