મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના બાવને બાવન સભ્યો ભવિષ્યમાં ચુંટણી ન લડી શકે તેવી સજા કરો: કોંગ્રેસ


SHARE









મોરબી પાલિકાના બાવને બાવન સભ્યો ભવિષ્યમાં ચુંટણી ન લડી શકે તેવી સજા કરો: કોંગ્રેસ

મોરબી ભાજપ શાસિત પાલિકા એ-ગ્રેડની માન્યતા ધરાવે છે. ત્યારે મોરબી પાલિકામાં ચુંટાયેલા ડી-ગ્રેડની વિચાર સરણી ધરાવતા બિન વહીવટી અનુભવી લોકો શાસન ધુરા સાંભળી હતી જેથી કરીને મોરબીની પ્રજા પુછવા માગે છે કે, પ્રજાહિતમાં નવ-નવ મહિના સુધી જનરલ બોર્ડ પાલિકામાં શા માટે બોલાવ્યું નથી ? અત્યાર સુધી સહી જુંબેસ કરનારા ૪૯ કાઉન્સીલરો આ બાબતે અજાણ હતા ? કે ભ્રષ્ટાચારના ભોરિંગના ભરડામાં સાંકળ બનીને બેઠા હતા ?

મોરબી ઝુલતો પુલ તા ૩૦/૧૦ ના રોજ તુટવાની દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા છે ત્યારે અનેક ઘરના મોવડીઓ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે. અને ઘણા બાળકો, પરિવારો નિરાધાર થઈ ગયેલા છે. ગુજરાત સરકાર કે મોરબી પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ વિરૂદ્ધ હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી ત્યારે હાઇકોર્ટ પ્રજાના હિતમાં સુઓમોટો દાખલ કરી જવાબદાર ગુજરાત સરકાર અને મોરબી નગરપાલિકા સામે કેસ ચલાવી રહેલ છે. અને કોર્ટની મુદતમાં સરકારને ગંભીર ફટકાર લગાવતા કહેલ કે બેદરકારી છે માટે રાજ્ય સરકાર નગરપાલિકાને સુપરસીટ કરવા માગે છે કે શું ? ત્યારે રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં જણાવેલ કે રાજ્ય સરકાર મોરબી નગરપાલિકાને સુપરસીટ કરવાની સૈધાન્તીક મંજુરી આપી ચુકી છે

જો કે, હવે પાલિકાના ૪૯ સદસ્યો મોરબી-માળીયાના ધારાસભ્યને સાથે લઈ સુપરસીટ ન કરવા માટે મુખ્યમંત્રીને રાજુઆત કરનાર છે ત્યારે સરકારને મોરબી ઝુલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અને તેના પરિવારને ખરા અર્થમાં ન્યાય અપાવવાની ઈચ્છા શક્તિ હોય તો મોરબી પાલિકાને તાત્કાલિક અસરથી સુપરસીટ કરી ચુંટાયેલા સદસ્યોની સામે નામ જોગ એફ.આઈ.આર નોંધી તાત્કાલિક ધરપકડ કરી ભવિષ્યમાં કોઈ ચુંટણીઓ લડી ના શકે તેવી બાવને બાવન સદસ્યોને સજા કરવી જોઈએ તો જ ભવિષ્યની અંદર આવા બનાવો બનતા અટકશે તેવું મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ અને માજી સભ્ય  કે.પી.ભાગ્યાએ જણાવ્યુ છે

વધુમાં તેઓએ કહ્યું છે કે, સતામાં ચીપકી રહેવા માટે ભાજપ શાસિત પાલિકાના સદસ્યો સુપરસીટ ન કરવા માટે ભેગા થઈ સહી ઝુંબેસ કરે છે. ત્યારે આ સદસ્યોમાં જરાપણ માનવતા હોય તો જે ગુનેગારો છે. તેની સામે માનવ વધનો ગુનો નોંધવા માટે સરક્યુલર ઠરાવ કેમ કરાવતા નથી? તેમજ નવ મહિના સુધી જનરલ બોર્ડ ન મળે તો એ બોર્ડ બોલાવવા માટે ચુંટાયેલા સદસ્યો માગણી શા માટે કરતાં નથી ? તો આવી બધી ગંભીર બેદરકારીઓથી ચાલતી પાલિકા ઝુલતો પુલનો કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયો હોવા છતા કોન્ટ્રાક્ટર પાસે ઝુલતો પુલ શા માટે રહેવા દીધો ? તે શું બાવન કાઉન્સિલરો પણ નથી જાણતા ? જો ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યઓમાં જરાપણ લાજ, શરમ, માનવતા કે પ્રજાહિત હૈયેવસેલું હોય તો માર્ચ-૨૦૨૨ માં બજેટ બેઠક બોલાવી જે બજેટ મંજુર કરેલ છે તે બજેટને પછીના બોર્ડમાં બહાલી મળેલ ન હોય તો આ ખર્ચાઓ બેફામ કરેલ છે તેની તપાસ માટે વિજીલીયસની કે સ્પેશિયલ ઓડિટની તપાસ માંગશો ખરા ? કે ખાલી સુપરસીટ ન થાય તે માટે જ પદ બચાવવા ધારાસભ્યને સાથે લઇ સહી ઝુંબેશો કરે છે




Latest News