મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવતી કુંતાસી પ્રાથમિક શાળા


SHARE









માળીયા તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવતી કુંતાસી પ્રાથમિક શાળા

બાળકોમાં વિદ્યાર્થીકાળથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને સાંપ્રત વૈશ્વિક પડકારોનાં સમાધાન માટે નવીનતમ વિચારો વિશે જાણે તેમજ પોતે પોતાના વૈજ્ઞાનિક અભિગમ રજુ કરી શકે તે માટે મોડેલ સ્કુલ મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતુ. જીસીઈઆરટી ગાંધીનગર થતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ પ્રેરિત અને બીઆરસી ભવન માળીયા આયોજિત તાલુકા કક્ષાનાં પ્રદર્શનમાં કુલ ૨૬ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ વિભાગમાં કુંતાસી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ભોંયા સુજલ તથા ખાંડેખા દર્પણ અને તેમનાં માર્ગદર્શક શિક્ષક બેચરભાઈ ગોધાણી દ્રારા રજુ કરવામાં આવેલ કૃતિની પ્રથમ ક્રમે પસંદગી થતા આગામી સમયમાં યોજાનાર મોરબી જિલ્લા કક્ષાનાં પ્રદર્શનમાં ભાગ લેવા માટે જશે.




Latest News