વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા ત્રણ વ્યક્તિ દાઝ્યા : બે ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા


SHARE









વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા ત્રણ વ્યક્તિ દાઝ્યા : બે ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં જનરેટરના પેનલ બોર્ડમાં આગ લાગી હતી જેથી કરીને ત્રણ વ્યક્તિ દાજી ગયા હતા માટે તેને તાત્કાલિક સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બે દર્દીઓને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સન ગ્લેર સીરામીક નામના કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને ગણપતસિંહ જીતુભા જાડેજા (ઉંમર ૫૦), જીતેન્દ્રસિંહ યુવરાજસિંહ જાડેજા (ઉંમર ૩૫) અને કમલકિશોરભાઈ રામગોપાલ રાવત (ઉંમર ૨૨) (રહે.ત્રણેય આલાપ રોડ તિરૂપતિ સોસાયટી, મોરબી) નામના ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ ત્રણ પૈકીના ગણપતસિંહ અને જીતેન્દ્રસિંહને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ સંદર્ભે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કારખાનાની અંદર જનરેટરના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ લાગવાના બનાવવામાં ત્રણેય વ્યક્તિઓ દાજી ગયા હોય તેઓને સારવારમાં ખસવામાં આવ્યા છે હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ

મોરબીના પંચાસર ગામે રહેતા ચંપાબેન રમેશભાઈ વાઘેલા (૪૦) મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા ફાટક પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ચંપાબેનને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા અંકિતાબેન રમેશભાઈ ભટાસણા (૩૩) ને મોરબીના પંચાસર રોડ ઉપર હતા ત્યારે અકસ્માતના બનાવવામાં ઈજા થઈ હતી જેથી અંકિતાબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News