વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો: ગાંધીનગરમાં સીએમએ આપેલા આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યો મૂંઝવણમાં !


SHARE









બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો: ગાંધીનગરમાં સીએમએ આપેલા આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યો મૂંઝવણમાં !

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાને લઈને હાઇકોર્ટ આકરા પાણીએ છે ત્યારે મોરબી પાલિકાને સરકાર દ્વારા સુપરસીડ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબી પાલિકાના બાવનમાંથી ૪૮ સભ્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને સીએમને રૂબરૂ રજૂઆત કરવા માટે ગયા હતા અને ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં તેઓ નિર્દોષ હોવાની રજૂઆત કરી હતી ત્યારે ગાંધીનગરમાં ગયેલા પાલિકાના સભ્યોને સીએમએ કહ્યું હતું કે “બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો” જેથી કરીને સીએમના આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યોની મૂંઝવણ વધી ગઈ છે

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી ગયો હતો જેથી કરીને આ ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયેલ હતા જેથી કરીને હાઇકોર્ટમાં આ મુદે સુઓમોટો અને પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે ત્યારે પાલિકા સુપરસીડ ન થાય તેના માટેના પ્રયાસો મોરબી પાલિકાના સભ્યો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાંથી ૪૮ જેટલા સભ્યો મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને ગાંધીનગર સીએમને રૂબરૂ રજૂઆત કરવા માટે ગયા હતા

ત્યારે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે પાલિકાના સભ્યોમાંથી દેવાભાઇ અવાડિયા, ગિરિરાજસિંહ ઝાલા, ઇદ્રીશભાઈ જેડા, જયંતિભાઈ ઘાટલીયા અને સીમાબેન સોલંકી સહિતના મળ્યા હતા ત્યારે ઝૂલતા પુલની ઘટનામાં જે કરાર પાલિકામાં થયેલ છે, કામ આપવામાં આવ્યું છે તેની કોઈ જાણ કરવામાં આવી નથી અને પાલિકાના જનરલ બોર્ડમાં આ કામ આપવા માટેનો એજન્ડા લેવામાં આવેલ નથી તેવી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી ત્યારે સીએમએ ટૂકમાં એટલું જ કહ્યું હતું કે, “બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો” જેથી મોરબી પાલિકાના સભ્યોને સીએમએ આપેલા આશ્વાસન પછી હવે મોરબી પાલિકાના સભ્યોની મૂંઝવણ વધી ગઈ છે




Latest News