વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલય ખાતે ભુતપૂર્વ વિધાથી-શિક્ષકોનો સ્નેહમિલનનો કાર્યક્ર્મ યોજાયો


SHARE









ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલય ખાતે ભુતપૂર્વ વિધાથી-શિક્ષકોનો સ્નેહમિલનનો કાર્યક્ર્મ યોજાયો

ટંકારા તાલુકામાં ૬૦ ના દશકમાં સ્થાનિક કક્ષાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મળી રહે એવા ઉમદા આશયથી ઉચ્ચ કોટીના મહાજન અને મોરબી રાજવી સાથે પારિવારીક ધરબો ધરાવતા મગનલાલ દોશી દ્વારા આ શાળાની શરૂઆત કરી હતી જેમાં હજારો વિદ્યાર્થીઓ અક્ષરજ્ઞાન અને પ્રમાણિત બની આજે દેશ વિદેશમાં વસવાટ કરે છે ત્યારે વર્તમાન શાળા સંચાલક અને શિક્ષકો દ્વારા ભુતપૂર્વ વિધાથીનુ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કર્યું હતું જેમાં ત્રણેક હજાર ભુતપૂર્વ વિધાર્થીઓ હાજર રહી ઐતિહાસિક કાર્યક્રમ બનાવ્યો હતો. આ તકે વર્તમાન વિધાર્થીઓએ ૧૫ જેટલી અલગ અલગ કુર્તી રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દિવ્યાંગ વિધાર્થી આર્યન અંદરપાએ એમ.પી. દોશીની માનવતા ભર્યા વલણને પોતાની ભાષામાં વાગોળી હતી તો માઈગ્રેડ મજુરોના છોકરા પણ અહી અભ્યાસ કરતા હોય આદીવાસી નૃત્ય કરી એની ભાવના વ્યક્ત કરી હતી. આ શાળાના હસમુખજી પરમાર સહિતના સ્વર્ગસ્થ શિક્ષકોને યાદાંજલી અર્પણ કરી હતી

તો જુના ટ્રસ્ટી મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરીવાર, શાહ પરીવાર, મહેન્દ્ર ભાટીયા, ગંગારામ રાજસી સહિતના વર્તમાન ટ્રસ્ટી ડી. વી. મહેતા. વિજય લાભશંકર દોશી અને કટારીયા પરીવાર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે એમ.પી. દોશી વિદ્યાલયને અતિ આધુનિક બનાવવાની અપિલને પુર્વ છાત્રોએ હાથોહાથ વધાવી લીધી હતી અને લાખોની રકમનો ધોધ વહાવયો હતો જેમા બાલાજી ગુર્પના જગદીશ પનારાએ ૧.૨૫ લાખ, લંગોટીયા ગેંગ દ્વારા ૧.૧૧ લાખ, નિલેષભાઈ એક લાખ, દિપેશ ધોડાસરાએ ૧.૧૧ લાખ, ગુલમહોર ગુર્પએ ૫૧ હજાર, બીસીએઆઈ બોર્ડના હરેશ રાવલએ શાળાના ક્રિકેટ માટે જેટલી જરૂરી કિટ આપવાની જાહેરાત કરી હતી તો તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુલાલ કામરીયાએ શાળામાં આરો પ્લાન માટે પાચ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી આ ઉપરાંત આપના ઉમેદવાર સંજય ભટાસણાએ ૧૮ હજાર રૂપિયા તો પુર્વ શિક્ષકોએ ૮૧ હજાર જુની તમામ બેચેના વિધાર્થીઓએ માતબર રકમ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા હિતેષભાઈ ગાંધી, પંકજ કારેલિયા, હસમુખ જૈન, સુકેતુ રાવલ, મિતેષ મહેતા, જૈનતી, દુબરીયા રમાબેન રાઠોડ, શાળાના આચાર્ય ડો. ખાંભલા, દિનેશ સહિતના અનેક શિક્ષકગણ અને કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ભાવેશ સંધાણી, રમાબેન રાઠોડ તથા કેતન કટારીયા દ્વારા કરવામાં આવેલ અંતમા વંદે માતરમ્ ગીત સાથે આજનો ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમ પુર્ણ થયો હતો




Latest News