વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આજે જૈન સમાજ દ્વારા ગિરિરાજ રક્ષા રેલી યોજાશે


SHARE









મોરબીમાં આજે જૈન સમાજ દ્વારા ગિરિરાજ રક્ષા રેલી યોજાશે

પાલીતાણા ખાતે જૈન મંદિર આવેલ છે ત્યાં બે દિવસ પહેલા હુમલાની ઘટના બની હતી જેનો ગામોગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા તા ૨૦ ને મંગળવારે બપોરે 3 વાગ્યે ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આજે સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તે બાઈક રેલી આજે બપોરે 3 વાગ્યે મોરબીના દરબાર ગઢથી શરૂ કરવામાં આવશે અને નહેરૂ ગેઇટ ચોક, પરાબજાર, ટાઉનહોલ, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક, રામ ચોક, જુના બસ સ્ટેન્ડ તખ્તસિંહજી રોડ, કબ્રસ્તાન રોડ થઈને આ રેલી જિલ્લા સેવા સદનને પહોંચશે અને ત્યાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે અને કોઈપણ તીર્થધામ પ્રજા માટે પ્રાણ સમાન હોય છે ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હોય ગિરિરાજની સલામતી અને રક્ષણ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના લોકોને જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે




Latest News