વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આસિફ જેલ હવાલે: પોલીસે મોબાઈલ જપ્ત કર્યો


SHARE









મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આસિફ જેલ હવાલે: પોલીસે મોબાઈલ જપ્ત કર્યો

મોરબીમાં હિન્દુ છોકરીને હિન્દુ નામ ધારણ કરીને ફસાવી હતી અને ત્યાર બાદ મુસ્લિમ યુવાન દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેને ધાકધમકી આપીને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો જેથી કરીને યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપીને પકડવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં રહેતા પરિવારની યુવતિએ એ ડિવિઝન પોલીસ ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી કે, આશિફ ઉર્ફે અશોક મામદભાઈ મકરાણી રહે. મકરાણીવાસએ તે ધો. ૧૦ માં ભણતી હતી ત્યારે ચિઠ્ઠી ફેંકીને તેનો સંપર્ક કર્યો હતો અને તેનું નામ અશોક હોવાનું જણાવ્યુ હતું ત્યાર બાદ બન્ને વચ્ચે વાતચિત શરૂ થઈ હતી. અને યુવાન તેને ઇન્દિરાનગરમાં તેના ભાડાના મકાનમાં લઈ ગયો હતો. ત્યાં તેની સાથે શરીર સબંધ બળજબરીથી બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદમાં માતા અને ભાઈને જાનથી મારી નાખવાની તેમજ સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપીને અવારનવાર તે બળજબરીથી શરીર સબંધ બાંધતો હતો. જો કે, આ શખ્સનું સાચું નામ આસિફ હોવાનું સામે આવ્યું હતું જેથી યુવતીએ દુષ્કર્મ આચારીને ધરાર લગ્ન કરવા દબાણ કરનારા શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધીને આરોપી આશિફ ઉર્ફે અશોક મામદભાઈ મકરાણીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીનો મોબાઈલ ફોન કબજે લેવામાં આવેલ છે




Latest News