મોરબીના વીસીપરામાં મકાનમાંથી ૧૦૪ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજમાં ભારે રોષ: રમેશભાઈ રબારી
SHARE







સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજમાં ભારે રોષ: રમેશભાઈ રબારી
માલધારી સમાજનો અનુસુચિત જાતિમાંથી કાઢી નાખવાના સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજનાં યુવાનનો ભોગ લેવાયો ભાજપમાં માલધારી સમાજનાં બની બેઠેલા નેતાઓ સરકાર પાસે જવાબ માંગે આવા કેટલાનો ભોગ લેવાશે ? તેવો સવાલ મોરબીમાં રહેતા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ બી. રબારી દ્વારા કરવામાં આવ્યો છે
તાજેતરમાં તા. ૨૮/૮/૨૦૧૮ ના રોજ માલધારી સમાજનાં યુવાન કે જે પાણી પુરવઠા બોર્ડમાં નોકરી કરતા કર્મચારી કરશનભાઈ ચાવડા કેશોદ ખાતે ફરજ પર હતા તેઓએ ગીર, બરડા, આલેયના માલધારી સમાજને સરકાર દ્વારા કરાતા ભયાનક અન્યાય સામે સમાજનાં હિતમાં અને સમાજ માટે આત્મધાતી પગલુ ભરેલ છે તેમ તેમની સ્યુસાઈડ નોટમાં જણાવેલ છે અને આઠેક માસ અગાઉ જૂનાગઢમાં સરકારી કર્મચારીએ પણ આ પ્રશ્ન આપઘાત કરેલ હતો જેનો સમાજમાં ભારે ઉહાપોહ થયેલ અને મૃતકની લાશ પણ ઉપાડેલ નહી ત્યારે સરકારે દરમ્યાનગીરી કરી આ પ્રશ્ન તાત્કાલિક નિર્ણય થશે તેવી ખાત્રી આપેલ હતી પરંતુ તેનો અમલ નહી કરાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તે છે
