મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનને ગુજરાતની બેસ્ટ બ્રાંચનો એવોર્ડ એનાયત


SHARE









મોરબી એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનને ગુજરાતની બેસ્ટ બ્રાંચનો એવોર્ડ એનાયત

એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનએ મોરબીના બધા બાળરોગ નિષ્ણાત ડોક્ટરોનું સંગઠન છે. તેના દ્વારા વર્ષ ૨૦૨૨ દરમ્યાન ડોક્ટરોના સેમિનાર, જનજાગૃતિ અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. એસોસિએશનના બાળરોગ ડોક્ટરો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કેમ્પમાં સેવા આપવામાં આવેલ તેમજ તાજેતરમાં બનેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં દર્દીઓને મફત સારવાર કરેલ હતી આ બધી ઉત્કૃષ્ટ કામગીરીઓને ધ્યાનમાં લઈને એકેડેમી ઓફ પીડીયાટ્રીક્સ, ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની કોન્ફરન્સમાં ૨૦૨૨ દરમ્યાન ગુજરાતની બધી બ્રાંચમાંથી મોરબી બ્રાન્ચને બેસ્ટ બ્રાંચનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ છે તેમજ આવતા વર્ષે પણ આવી જ ઉમદા પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે હાલમાં એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનનાં પ્રમુખ ડૉ. હસમુખ સવસાણી, સેક્રેટરી ડૉ. ભાવેશ પરમાર અને ખજાનચી ડૉ. જયેશ બોરસાણીયા પોતાની સેવાઓ આપી રહ્યા છે.




Latest News