મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી ખાતે ગુજરાતી ફિલ્મસ્ટાર સૂર્યકિરણ રાવતના ગીતના શુટિંગ વેળાએ લોકો ઉમટી પડ્યા


SHARE









મોરબી ખાતે ગુજરાતી ફિલ્મસ્ટાર સૂર્યકિરણ રાવતના ગીતના શુટિંગ વેળાએ લોકો ઉમટી પડ્યા

ગુજરાતમાં જ નહીં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કવિઓ સાથે કવિસમેલાનોમાં પોતાની એક આગવી ઓળખ ધરાવતા કવિ અને કોરોના કાળમાં "કોરોના સે ડરોના" જેવી ટેલીફિલ્મ બનાવી લોકોમાં સંદેશો પહોંચાડનાર મોરબી, ધ્રુવનગરના જાણીતા કવિ,લેખક રાજુભાઈ કુકરવાડીયા (વ્યાસ) નિર્મિત એક અલગજ સંદેશ આપતા ગીતમાં  સુપ્રસિદ્ધ કલાકાર સૂર્યકિરણ રાવત, શર્મિષ્ઠા મકવાણા, ઈશ્વર સમિકાર, હેમાલી ગોહિલ, સુર્યદીપ રાવત, સંજય નાયક સહિતનાં કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. 

એક અલગ જ થીમ કે જેમાં લોકભવાઈની ઉત્પતિથી લયને વર્તમાન સમયમાં ભવાઇનું સ્થાનને આવરી લેવા સાથે અલગજ પ્રકારના ગીતમાં કંડોરી લેવાના શૂટિંગ સમયે લોકોના ટોળા ઉમટયા હતા નાયક, ભોજક, વ્યાસ સમાજની ગૌરવ ગાથા, વેદના વ્યથાને સંવેદનાને વાચા આપતા નિર્માતા રાજુભાઈ કુકર્વડીયાના ગીતના ફિલ્માંકન પૂર્વે રાજેશભાઈ એ સુકનનું શ્રીફળ વધેર્યું હતુ તો કલાકાર જયદિપ ડાભીએ કેમેરો ઓન કરી શુભમુહુર્ત કર્યુ હતું અને વાવડી ગામના છાપરીવાળા હનુમાન મંદિરે કલાકારોને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. ગીતોની દુનિયામાં એક અલગજ અંદાજમાં સૂટ થયેલ અંદાજે ૧૫ થી ૧૭ મિનિટના આ ગીતના ગીતકાર, કંપોઝર, ગાયક,ડાયરેક્ટર ઉપરાંત સૂર્યકિરણ રાવત કલાકાર પણ છે, જયારે રંજન રાઠોડ, ડીઓપી હિતેશ મહેતા સહિતના કસબીઓ હોવાનું નિર્માતા રાજેશભાઈ કુકરવાડિયાયે જણાવ્યુ હતુ.




Latest News