દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો: સ્યૂસાઇડ નોટ મળી


SHARE









હળવદના નવા માલણીયાદ ગામે ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો: સ્યૂસાઇડ નોટ મળી

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા વૃદ્ધ શેરીમાંથી હતા ત્યારે શેરીમાંથી પસાર થતાં ટ્રેક્ટરની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેના ઉપરથી ટ્રેકટરના તોતિંગ વ્હીલ ફરી ગયા હોવાથી તેને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં મૃતકે લખેલી સ્યૂસાઇટ નોટ મળી આવી છે જેમાં નવ વ્યાજખોરો દ્વારા તેના જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાથી તેને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેથી મૃતકના પરિવારજનોએ હળવદ પોલીસ સ્ટેશન્મા ફરિયાદ માટે અરજી કરેલ છે જો કે, હજુ સુધી ફરિયાદ નોંધાયેલ નથી 

હળવદ તાલુકાના નવા માલણીયા ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૫૬) પોતાના ઘર પાસે હતા ત્યારે તેઓની શેરીમાંથી ટ્રેક્ટર ટ્રૉલી સાથે પસાર થઈ રહયું હતું ત્યારે મોબાઇલ ઉપર વાત કરતા કરતા સીધા જ તેને ટ્રેક્ટરની આડે પડતું મુક્યુ હતું અને ત્યારે તેના શરીર ઉપરથી ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક જયંતીભાઈના ભાઈ ભરતભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૪૨)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતકે લખેલી સ્યૂસાઇટ નોટ મળી આવી છે જેથી કરીને તે સ્યૂસાઇટ નોટ  સાથે પોલીસને મૃતકના પરિવારજનોએ અરજી કરી છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને વધુમાં મૃતકા વૃદ્ધના પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ સ્યૂસાઇટ નોટમાં કુલ મળીને નવ શ્ખ્સોના નામ લખવામાં આવ્યા છે તે તમામની સામે ગુનો નોંધવામાં આવે તેવી મૃતકના પરિવારજનોએ માંગ કરી છે 




Latest News