મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીની અણીયારી ચોકડી પાસેથી ૩૧ ડીસેમ્બરની ઉજવણી માટે ચોખાની આડમાં પંજાબથી મુન્દ્રા (કચ્છ) લઇ જવાતો ૨૦,૪૦૦ બોટલ દારૂ સાથે બે ને પાડતી એલસીબી


SHARE













મોરબીની અણીયારી ચોકડી પાસેથી ૩૧ ડીસેમ્બરની ઉજવણી માટે ચોખાની આડમાં પંજાબથી મુન્દ્રા (કચ્છ) લઇ જવાતો ૨૦,૪૦૦ બોટલ દારૂ સાથે બે ને પાડતી એલસીબી

આગામી દિવસોમાં ૩૧ ડિસેમ્બર હોય અને થર્ટી ફર્સ્ટની ઉજવણીના માટે પ્યાસીઓ તેમજ બુટલેગરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ પણ તેઓને ઉપર ઘોષ બોલાવવા માટે સક્રિય બની છે. મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે સ્ટાફ દ્વારા મોરબી તાલુકાના અણીયાળી ગામના ટોલનાકા પાસે વોચ ગોઠવીને ચોખાની આડમાં પંજાબથી મુન્દ્રા (કચ્છ) તરફ લઈ જવા તો ૨૦,૪૦૦ બોટલ દારૂ, ટ્રક અને મોબાઇલ સહિત કુલ મળીને ૪૩.૯૪ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને મોરબી એલસીબીના સ્ટાફે ઝડપી પાડ્યા હતા.

રાજકોટ રેંજના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં સતત દારૂ જુગારની પ્રવૃત્તિઓને ડામી દેવામાં આવે તે માટે એલસીબીને સૂચના આપવામાં આવી હતી દરમિયાનમાં મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ તથા પીએસઆઇ એન.એચ.ચુડાસમા અને એલસીબી તેમજ પેરોલ ફર્લોનો સ્કવોડ વોચમાં હતો દરમિયાનમા દરમ્યાન એલસીબીના રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, સંજયભાઇ રાઠોડ, ભગીરથસિંહ ઝાલાને સયુંકતપણે બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક નંબર આરજે ૨ જીએ ૭૨૦૨ માળીયા મિંયાોણા તરફ આવનાર છે જે ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.તેવી ચોકકસ હકિકત આધારે અણીયારી ટોલનાકા પાસે એલસીબા સ્ટાફે વોચ ગોઠવતા હકીકત વાળી ટ્રક નિકળતા અટકાવીને તેમાં સવાર ચુનીલાલ દુર્ગારામ પુનીયા જાતે જાટ (ઉ.વ.૨૩) રહે.જાયડુ ગામ તા.રામસર જી.બાડમેર રાજસ્થાન અને દેવારામ હનુમાનરામ માયલા જાતે જાટ (ઉ.વ.૨૧) રહે.સનાવડા ગામ તા.જી.બાડમેર રાજસ્થાન મળી આવ્યા હતા તેમજ તેમની પુછપરછમાં વિકાસ ઉર્ફે વિક્રમસિંગ રહે.આબુરોડ, રાજસ્થાનનું નામ ખુલ્યુ હતુ.

બાદમાં ટ્રકની તલાસી લેવાતા તેમાંથી સ્ટરલીંગ રીઝર્વ પ્રીમીયર બ્લેન્ડેડ વ્હીસ્કીની ૧૦૮૦ બોટલો કિંમત રૂ.૩,૨૪,૦૦૦, મેકડોવેલ્સ-૧ કલેશન વ્હીસ્કીની ૩૪૮૦ બોટલો કિંમત રૂ.૧૩,૦૫,૦૦૦, મેકડોવેલ્સ-૧ કલેશન વ્હીસ્કીની નાની બોટલો ૧૧,૦૪૦ નંગ કિમત રૂ.૧૧,૦૪,૦૦૦ તેમજ ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની નાની ૪૮૦૦ બોટલો કિંમત રૂા.૪,૮૦,૦૦૦ એમ કુલ મળીને નાની-મોટી કુલ ૨૦,૪૦૦ બોટલ જેવો અધધ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની સાથે ટાટા ટ્રક નંબર આરજે ૨ જીએ ૭૨૦૨ કિમત રૂા.૧૦,૦૦૦, ચોખા ભરેલ બોરીઓ નંગ ૨૨૪ આશરે વજન ૫૬૦૦ કીલો કિંમત રૂ.૧,૫૧,૨૦૦૪, બે મોબાઇલ ફોન કિંમત રૂા.૧૦,૦૦૦ અને રોકડા રૂા.૨૦,૦૦૦ તથા અન્ય મુદામાલ એમ કુલ મળીને રૂા.૪૩,૯૪,૨૦૦ નો મુદામાલ પકડી પૈડવામાં આવ્યો હતો.રેડની કામગીરી એલસીબીના ઇનચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ તેમજ પીએસઆઇ એન.એચ. ચુડાસમા, એ.ડી. જાડેજા તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના સ્ટાફના માણસોએ કરી હતી.






Latest News