વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કિશાન દિન નિમિત્તે બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર યોજાઈ


SHARE









મોરબીમાં કિશાન દિન નિમિત્તે બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર યોજાઈ

શિબિરમાં ખેડુતોને વિવિધ બાગાયતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી-પાક વ્યવસ્થાપન વગેરે અંગે તજજ્ઞો દ્વારા  માર્ગદર્શન અપાયું

તારીખ ૨૩-૧૨-૨૦૨૨ ના કિશાન દિન નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે રાજ્યભરમાં બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર સાથે તા.૨૩-૧૨-૨ ના મોરબી જિલ્લાના ૨ તાલુકા દીઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, ખેતીવાડી ખાતાના અધિકારીઓ, આત્માના કર્મચારીઓ અને મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીઓ દ્રારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

ઉપરાંત બાગાયત ખાતાની નવી બાબત જેવી કે, મિશન મધમાખી, કોમ્પ્રીહેન્સીવ હોર્ટી કલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં હતી તેમજ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યકમમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લીધો હતો તેવું નાયબ બાગાયત નિયામકની કચેરી,મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.



Latest News