વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.પ્રાચિન કાળથી ભારતવર્ષમાં ગુરૂ શિષ્ય પરંપરા તેમજ તેમના સબંધો અનેરા ભાવપૂર્ણ અને દ્રષ્ટાંતરૂપ રહ્યા છે.ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાનશ્રી કૃષ્ણ, ગુરુ દ્રોણ અને અર્જુન આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે ત્યારે મોરબીની બગથળા હાઈસ્કૂલ (શ્રી હરિ નકલંક વિદ્યાલય, બગથળા) ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમ પટેલ સમાજ વાડી, બગથળા મુકામે યોજાયો હતો.કાર્યક્રમમાં શાળાના  એસએસસી બેચ-૨૦૦૬ ના વિધાર્થીઓ અને ગુરુજનો તથા શાળાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ તકે શાળાના ગુરુજનો તથા કર્મચારીઓ પૈકી બોપલીયા રમેશભાઈ વી., રાંકજા વેલજીભાઈ એન., ઠોરિયા સવજીભાઈ સી., શેરસિયા સુનિતાબેન  કે., વાધરિયા કલ્યાણજી ભાઈ કે., અઘારા નટુભાઈ ડી., ભાટિયા ગણેશભાઈ, કામરીયા અશોકભાઈ, ઝાલરીયા પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત ગુરુજનોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા થઈ હતી.વિધાર્થીઓએ શબ્દો અને પુષ્પગુચ્છથી ગુરુજનો અને શાળાના કર્મચારીઓનું સ્વાગત કર્યુ હતું.બાળકોએ ગુરુજનોનું પૂજન કર્યું હતું.બાદમાં વિધાર્થીઓએ શાળા સમયની યાદો વર્ણવી હતી.ગુરુજનોએ પણ તે સમયની યાદો તાજી કરીને વિધાર્થીઓ ભવિષ્યમાં આગળ અને આગળ પ્રગતિ કરતા રહે એવા આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના એસએસસી બેચ૨૦૦૬ ના વિધાર્થીઓ ઉમેશ ઠોરિયા (મો. ૯૭૧૪૨ ૩૩૩૫૫, પ્રોફેસર,દર્શન યુનિવર્સિટી-રાજકોટ), કાનજી સાદરિયા (મો. ૯૬૩૮૧ ૫૧૨૧૯) અને અન્ય વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News