વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે આવતી કાલથી શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ


SHARE









મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે આવતી કાલથી શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ

મોરબીના સામાકાંઠે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટની આયોજન સમિતિ દ્વારા મોરબીના વેજીટેબલ રોડ ઉપર સામેકાંઠે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે શ્રી રામચરિતમાનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં વ્યાસપીઠ ઉપરથી ડો.દિલીપભાઈ પૈસા સંગીતમય શૈલીમાં શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવશે જેનો લાભ લેવા માટે આયોજન સમિતિ દ્વારા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલું છે.

આવતીકાલ તા.૨૪ ને શનિવારના રોજ બપોરે ૧:૩૦ વાગ્યે વસંતભાઈ વિડજાના નિવાસ સ્થાન અરૂણોદયનગર ખાતેથી પોથીયાત્રા શરૂ થશે અને પંચમુખી હનુમાન મંદિર ખાતે પહોંચશે.કથા.તા.૨૪-૧૨ થી તા.૧-૧-૨૩ સુધી યોજાશે દરરોજ બપોરના બે થી સાંજના છ સુધી કથાનું રસપાન કરાવાશે. તા.૨૫ ને રવિવારે શિવ વિવાહ, તા.૨૬ ના શ્રી રામ જન્મોત્સવ, તા.૨૭ ના રામ બાળલીલા અને સીતારામ વિવાહ, તા.૨૮ ના કૈકેયિ વચન અને કેવટ પ્રસંગ, તા.૨૯ ના દશરથ સ્વર્ગવાસ ભરત મિલાપ અને પાદુકા પૂજન, તા.૩૦ શબરી પ્રસંગ અને નવધા ભક્તિ, તા.૩૧ ના હનુમાન ચરિત્ર અને રામેશ્વર પૂજન તથા તા.૧-૧-૨૩ ને રવિવારે રાવણવધ રામ રામરાજ્યાભિષેક સાથે કથાની પૂર્ણાહુતિ થશે.

અત્રે નોંધનીય છે કે પંચમુખી હનુમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ સવારે ૮ થી ૧૦ ધૂન, તેમજ શનિવારે સાંજે ૫ થી ૬ ધૂન, તેમજ હનુમાન જયંતીના દિવસે બટુક પ્રસાદ યોજવામાં આવે છે. સંસ્થા દ્વારા રાહત દરે હોલ તેમજ મેડિકલ સુવિધા આપવામાં આવે છે. તેમજ કોઈપણ સમયે અંતિમયાત્રા બસની સેવા પણ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે અને છેલ્લા ૧૧ વર્ષથી ૧૪૦ જરૂરિયાતમંદ લોકોને ફ્રી ટિફિન સેવા પણ સંસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે.જ્યારે તહેવારના દિવસોમાં રાહત દરે મીઠાઈ વિતરણ તેમજ અન્ય મેડિકલ સાધનો પણ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે. સાથોસાથ વિધવાઓને મળતા વિધવા પેન્શન સહિતના ખાતાકીય કામો પણ સંસ્થા દ્વારા મદદરૂપ થઈને કરાવી આપવામાં આવે છે.તેમજ સુવર્ણ પ્રાસનના કેમ્પ અને વિના મૂલ્ય ટ્યુશન ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે.વધુ વિગત માટે કોન્ટેક નંબર ૯૮૨૫૨ ૨૨૬૧૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News