વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે શનિ-રવિવારે સંસ્કૃતિ ઉત્સવ-તુલસી દિવસ ઉજવાશે: નીલકંઠ સ્કૂલમાં તુલસી પૂજન કરાશે


SHARE









મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે શનિ-રવિવારે સંસ્કૃતિ ઉત્સવ-તુલસી દિવસ ઉજવાશે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે શનિવાર  અને રવિવાર એમ બે દિવસ સંસ્કૃતિ ઉત્સવ અને તુલસી પર્વની ઉજવણી કરવામાં આવશે અને આ વર્ષે સાતમી વખત સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ ઉજવવામાં આવશે.

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરાશે અને તા ૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન તુલસી દિવસ નિમિતે તુલસી પૂજન, આરતી, તુલસીનું મહત્વ, તુલસી રોપા વિતરણ, તુલસી પ્રદર્શનની અને તુલસી સન્માન અર્પણ એવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ વખતે સાર્થક વિદ્યામંદિરમાં સાતમી વખત તુલસી દિવસ ઉજવવામાં આવશે. ત્યારે તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ “સાર્થક સંસ્કૃતિ ઉત્સવ”નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૪ ડિસેમ્બરના તુલસી પર્વ-૧ નર્સરીથી ધોરણ ૫ ના બાળકો માટે અને તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ તુલસી પર્વ-૨ ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એમ બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે તેની યાદીમાં જણાવ્યૂ છે.

 

નીલકંઠ સ્કૂલ

૨૫ મી ડિસેમ્બરની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. અને ક્રિસમસ ટ્રિ ને લાઇટિંગ કરવામાં આવે છે જો કે, મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલ દ્વારા ૨૫મી ડિસેમ્બરની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવામાં આવશે અને તુલસીના છોડનું દરેક ઘરમાં વર્ષોથી પૂજન કરાતું હોય છે ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓમાં તુલસી પૂજન અને તેના મહત્વ વિશે સમજણ આવે તે માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ૨૫ મી તારીખે તુલસીનું પૂજન કરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવશે




Latest News